Team Chabuk-Gujarat Desk: દેશભરમાં કોરોના સંક્રમણ વધ્યું હોય ત્યારે લાખો શ્રદ્ધાળુઓના હિતમાં દ્વારકાધીશ મંદિર વહીવટીદાર કમિટીએ કાલથી આગામી ૨૩મી જાન્યુઆરી સુધી મંદિરના કપાટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મંદિરમાં માત્ર પૂજારી પરિવાર પારંપારિક નિત્યક્રમ કરશે.આ ઉપરાંત દર્શનાર્થીઓ દ્વારકાધીશજીના દર્શન સંસ્થાની વેબસાઈટ WWW.DWARKADHISH.ORG પર લાઈવ નિહાળી શકશે.
કોરોનાવાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સંક્રમણને નિયંત્રણમાં રાખવા ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય,સામાજીક,શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો અને જાહેર સમારંભોમાં માત્ર 150 વ્યક્તિઓને જ એકત્ર થવાની છૂટ આપી છે. તેમજ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓ ભેગા થઈ શકશે જેવા ફેરફારો આગામી તારીખ 22મી જાન્યુઆરી સુધી કરવામાં આવ્યા છે.ત્યારે પ્રત્યેક પૂર્ણિમા નિમિત્તે દ્વારકાધીશ મંદિર-દ્વારકા ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે તેવા સંજોગોમાં આવતીકાલે પૂર્ણિમા તા.17/01/2022ના રોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે તેવી સંભાવના છે જેથી મંદિર આવતીકાલ 17 જાન્યુઆરીથી આગામી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવા વહીવટીદાર કમીટી તેમજ વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત નિર્ણય લેવાયો છે.
મંદિરમાં માત્ર પૂજારી પરિવાર દ્વારા પારંપારિક નિત્યક્રમ કરવામાં આવશે.દર્શનાર્થીઓ ભગવાન દ્વારકાધીશના દર્શન સંસ્થાની વેબસાઈટ WWW.DWARKADHISH.ORG પર લાઈવ નિહાળી શકશે. ત્યારે દ્વારકાધીશજીના દર્શન ઘરે બેઠા નિહાળવા વ્યવસ્થાપન કમિટી તેમજ જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
