Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊના તાલુકાના તડ ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. દાવો છે કે, તડ ગામમાં ખરખરાના કામે ગયેલા પરિવારની 8 વર્ષની દીકરી પર 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યુ અને ત્યારબાદ વૃદ્ધે આત્મહત્યા કરી લીધી છે. જોકે, આ મામલે હજુ સુધી ગુનો નોંધાવાને બદલે મામલો રફેદફે કરી દેવાયો છે. મકરસંક્રાતિના આગલા દિવસે આ ઘટના બની હોવાનો આરોપ છે. ઊનાની સરકારી હોસ્પિટલમાં બાળાને લઈને પરિવાર પહોંચ્યો હતો અને ગંભીર આરોપ લગાવ્યો હતો.
મોડી રાત સુધી સરકારી હોસ્પીટલમાં બાળા પીડાથી વેદના સહન કરતી રહી. એ વખતે બાળાના માતા-પિતા આવે પછી તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એમ ફરજ પરના કર્મચારીઓ અને ડોક્ટરો જણાવતાં રહ્યા. પિડીતાના નજીકના બહેન અને તેની સાથે આવેલાં લોકોનો દાવો છે કે, બાળકી સાથે દુષ્કર્મ થયું છે. અને કૃત્ય કરનાર વૃદ્ધે પોતાનાં ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે.
પણ આ બનાવની ફરિયાદ ન થાય એની પેરવી ગામનાં કહેવાતાં રાજકાય નેતાઓએ કરી. 4 થી 5 કલાક સુધી પિડીતાનાં માતા-પિતા અને નજીકના સગાંને ફરિયાદ ન કરવા સમજાવટ કરાઇ. અને ન સમજે તો વૃદ્ધના આપઘાત પ્રકરણમાં સંડોવી દેવા ચીમકી પણ આપી. આખરે મરીન પોલીસ હેઠળ આવતાં તડ ગામે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પણ બાદમાં મામલો રફેદફે થઇ ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે, આ ઘટના અંગે તપાસ થશે કે કેમ તે અંગે સવાલ છે. સાથે જ પહેલાં પરિવારે આરોપ લગાવ્યા બાદ પોલીસ સામે શા માટે નિવેદન બદલ્યું તે અંગે પણ અનેક સવાલો ઉઠ્યા છે.
એક ખાનગી અખબારના અહેવાલ મુજબ ઘટનાના દિવસે પીડિતનો પરિવાર રાત્રે 10 વાગ્યા સુધી હોસ્પિટલમાં હતો આખરે તબીબે નવાબંદર પોલીસને જાણ કરી હતી જેમા સામેથી કહેવાયું હતું કે, બધુ પતિ ગયું છે એમને જવા દો. ત્યારબાદ એક ખાનગી કાર આવીને પીડિતાને તેના પરિવાર સાથે હોસ્પિટલમાંથી લઈ ગઈ હતી. આ વિવાદાસ્પદ ઘટના અંગે પણ અનેક સવાલો ઉઠ્યા છે.
તાજેજાતો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ