Homeગામનાં ચોરેકાનપુર બસ દુર્ઘટના: જો ડ્રાઈવરે કન્ડેક્ટરની વાત માની લીધી હોત તો છ...

કાનપુર બસ દુર્ઘટના: જો ડ્રાઈવરે કન્ડેક્ટરની વાત માની લીધી હોત તો છ લોકોની જિંદગી ન જાત

Team Chabuk-National Desk: કાનપુરમાં છ લોકોનો જીવ લઈ લેનારા ઈ-બસ ચાલક સતેન્દ્ર સિંહ યાદવની પોલીસે કલાકો સુધી પૂછપરછ કરી હતી. મંગળવારની સવારે જેલ જતા પૂર્વે તેણે કહ્યું હતું કે મેં દારૂ ઢીંચી ઢીંચીને પીધો હતો. કેટલાક લોકોએ મને માર્યો હતો. એટલે મારી અંદર ગુસ્સો ભરાયેલો હતો. ગુસ્સામાં જ બસ ચલાવતો રહ્યો અને કચડીને પસાર થઈ ગયો. મને સમજાયું જ નહીં કે શું થઈ રહ્યું છે. અંતે જ્યારે બસ અથડાઈને રોકાઈ ત્યારે ખબર પડી કે કેટલાક લોકો કચડાઈ ગયા છે. એટલે ત્યાંથી ભાગી ગયો.

ભયંકર નશામાં હતો

સતેન્દ્ર જ્યારે યાત્રીઓને લઈ રામાદેવીથી ઘંટાઘરની તરફ રવાના થયો હતો ત્યારે એ ભયંકર નશામાં હતો. જ્યારે ખોટી રીતે ઉતાવળમાં બસ ચલાવી ત્યારે પ્રવાસીઓ ઉતરી ગયા હતા. એ સમયે કેટલાક લોકોએ તેની બસ ઊભી રખાવી હતી અને તેને માર માર્યો હતો. જેનો વીડિયો પણ વાઈરલ થયો. આ હરકતથી સતેન્દ્ર આગ બબૂલા થઈ ગયો હતો. ઘટનાના દસ કે પંદર મિનિટ બાદ જ સતેન્દ્રએ દુર્ઘટનાને અંજામ આપ્યો.

એ રાતે ખૂબ દારૂ પીવાય ગયો

પૂછપરછમાં સતેન્દ્ર બોલ્યો હતો કે એ રોજ દારૂ ઢીંચતો હતો. કેટલીય વખત તેણે દારૂના નશામાં બસ ચલાવી હતી. ત્યારે આવું કંઈ ન થયું. એ રાતે દારૂનું પ્રમાણ કંઈક વધારે જ થઈ ગયું. એટલે કંઈ સમજાયું નહીં. પણ ડ્યુટી કરવી હતી એટલે ગાડી લઈ નીકળી પડ્યો. બસમાં જ બેસીને તેણે કેટલીય વખત દારૂ પીધો હતો.

કન્ડેક્ટરે ખૂબ મનાવેલો

કન્ડેક્ટર આલોક સતેન્દ્રનો સતત દારૂ પીવાની ટેવનો વિરોધ કરતો હતો. પણ તેની વાત સતેન્દ્ર કે કોઈ જવાબદાર ઓફિસર કે કર્મચારી સાંભળતું નહોતું. મજબૂરીમાં એ સતેન્દ્રની સાથે કામ કરતો હતો. એ રાતે યાત્રીઓની સાથે કન્ડેક્ટર આલોક પણ હતો. એ રાત્રે તે યાત્રીઓની સાથે ઉતરી ગયો. જે પછી દુર્ઘટના થઈ.

શું છે સમગ્ર ઘટના ?

કાનપુરમાં ઘંટાઘર ચાર રસ્તાથી ટાટમિલની તરફ જનારી એક ઈ-બસે રવિવારના રોજ રાતના અડધો ડઝન લોકોને કચડી નાખ્યા હતા. વાહનની ટક્કરમાં 15 લોકો ઝપેટમાં આવી ગયા હતા. જેમાંથી 6 લોકોના મૃત્યુ નિપજ્યા. ઘાયલોમાં હજુ પણ કેટલાય લોકોની સ્થિતિ ગંભીર છે. આ દુર્ઘટનામાં મોહમ્મદ અરસલાન, સુનીલ, શુભમ સોનકર, રમેશ કુમાર યાદવ, અજીત કુમાર અને કૈલાશનું મૃત્યુ થઈ ગયું.

આરોપી ક્યાંનો છે ?

રેલબાજાર વિસ્તારની પોલીસે મૃતકોના પરિવારજનોની ફરિયાદ પર ચાલક સતેન્દ્રસિંહ યાદવ પર હત્યા, હત્યાનો પ્રયાસ, લાપરવાહીથી ગાડી ચલાવવી સહિતની અન્ય ગંભીર કલમો લગાવી કેસ ફાઈલ કર્યો અને તેની ધરપકડ કરી. સતેન્દ્ર સિંહ મૂળ કાનપુરના રઘુનાથપુર ગામનો રહેવાસી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments