Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના શિક્ષણ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અલંગ અંદાજમાં જોવા મળ્યા હતો. રાજકોટમાં આજે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં ખુદ જીતુ વાઘાણી રીક્ષા ચલાવીને આવતા આશ્ચર્ય સર્જાયુ હતુ. જયારે મેયર ડો.પ્રદિપ ડવ અને રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ રિક્ષામાં પેસેન્જર બની સવારી કરી હતી.
આજથી સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદથી આજે ગરીબ કલ્યાણ મેળાની 12મી સિરિઝનો પ્રારંભ કર્યો છે. તે અનુસંધાને દરેક જિલ્લામાં મંત્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવ્યા છે. રાજકોટમાં જિલ્લાના પ્રભારીમંત્રીના નાતે ગરીબ કલ્યાણ મેળામાં આવેલા જીતુ વાઘાણી પોતાના અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.
જીતુ વાઘણીએ રીક્ષા ચલાવી. pic.twitter.com/08b1V8m1ab
— thechabuk (@thechabuk) February 24, 2022
ગરીબ કલ્યાણ મેળા અંગે FB પર મૂકી પોસ્ટ
મંત્રી જીતુ વાઘણીએ ગરીબ કલ્યાણ મેળા અંગે ફેસબૂક પર પોસ્ટ શેર કરી હતી. જે આ મુજબ છે..
માન. મુખ્યમંત્રી Bhupendra Patelજી એ દાહોદથી બા૨મા તબક્કાના રાજયવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની શ્રુંખલાનો શુભારંભ કરાવ્યો છે ત્યારે આજરોજ રાજકોટના અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે મંત્રી Arvind Raiyani સહ રાજકોટ મહાનગરપાલિકાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવ્યો તેમજ બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લોકોને પ્રત્યક્ષ લાભો મળતા થયા છે ત્યારે કોરોના કાળના 2 વર્ષ બાદ યોજાયેલ ગરીબ કલ્યાણ મેળા થકી રાજકોટના નાગરિકોની સુખાકારી માટે 646 લાભાર્થીઓને રૂ. 5 કરોડ 14 લાખથી વધુ રકમના લાભોનું વિતરણ કરવામાં આવશે.
આદરણીય વડાપ્રધાન Narendra Modiજીના ગરીબ કલ્યાણ મેળા કરવાના વિચારને સમર્થન આપું છું અને તેમનો આભાર માનું છું કે તેમણે ગ્રામીણ વિસ્તરના ભોળા માનવીને દલાલ થી બચાવી, લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે અને નવા પરિવર્તનોનું નિર્માણ થઇ રહ્યું છે. આયુષ્માન કાર્ડ રૂપે સંજીવની જેવું વરદાન પ્રાપ્ત થયું છે. સૌની યોજના, આત્મનિર્ભર ભારત અને ડિજિટલાઇઝેશનની મદદથી દલાલી હટાવી લોકોને રાહત મળી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
