Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના વિસાવદરમાં કાર અકસ્માતમાં બે મહિલાઓના મોત નિપજ્યા છે અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે લઈ જવાયા છે. મળતી માહિતી મુજબ એક પરિવાર સામાજિક પ્રસંગમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન નાની મોણપરી નજીક પહોંચતા જ અચાનક કારનું ટાયર ફાટ્યું હતું જેને લઈને ડ્રાઈવરે કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર રોડની સામેની સાઈડમાં એક ઝાડ સાથે અથડાઈ હતી.
ધડાકાભેર કાર અથડાતા કારનો બૂકડો બોલી ગયો હતો. બીજી તરફ કારમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્તમાંથી બે મહિલાઓનું તો ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બનાવની જાણ થતાં જ તાત્કાલિક 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા. હાલ બંને ઈજાગ્રસ્તો સવારવાર હેઠળ છે.
આ તરફ મોતના સમાચાર સાંભળતા જ મૃતકોના પરિવાર શોકનો ગરકાવ થઈ ગયો હતો. મૃતકના સંબંધીએ કહ્યું કે, મારા સંબંધી જામકાથી કાલસારી સામાજિક પ્રસંગમાં જઈ રહ્યા હતા આ દરમિયાન નાની મોણપરીથી આગળ ચાપરડા વચ્ચે ફોરવ્હીલનું ટાયર ફાટ્યું હતું અને કાર ઝાડ સાથે અથડાઈ હતી જેમાં ઘટનાસ્થળે જ બે બહેનોના મોત થયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
