Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ બેંક ક્લાર્ક યુવતીનું અપહરણ કરી અમદાવાદ લઈ ગયો, હોટલમાં આચર્યું દુષ્કર્મ

સુરેન્દ્રનગરઃ બેંક ક્લાર્ક યુવતીનું અપહરણ કરી અમદાવાદ લઈ ગયો, હોટલમાં આચર્યું દુષ્કર્મ

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના પાટડીમાં બેંક ક્લાર્કે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે, પાડોશમાં જ રહેતા અને બેંક ક્લાર્ક તરીકે કામ કરતાં વિજય નામના શખ્સ સાથે યુવતીને પારિવારીક સંબંધો હતા. જ્યારે યુવતીના પરિવારજનો બહાર જતા ત્યારે આરોપી ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર દુષ્કર્મ આચરતો.

તાજેતરમાં જ યુવતી અચાનક ગૂમ થઈ જતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. સગા-સંબંધી અને યુવતીના મિત્રોને ત્યાં તપાસ કર્યા બાદ પણ યુવતી ન મળતા પરિવારજનોએ પોલીસને પણ જાણ કરી હતી.
પોલીસને જાણ કર્યાના બીજા દિવસે પાડોશમાં રહેતો આરોપી યુવાન પણ ફરાર થયો હતો. પોલીસને આ બેંક ક્લાર્ક પર શંકા જતાં તેમણે એ દિશમાં તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ બેંક ક્લર્કના મોબાઈલ લોકેશનના આધારે પોલીસ અમદાવાદ પહોંચી હતી અને લોકેશનના આધારે આરોપીને અમદાવાદની હોટલમાંથી પકડી પાડ્યો હતો.

ફરિયાદી યુવતીએ આરોપ લગાવ્યો છે કે, આરોપી વિજયે ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેની પર એક મહિનામાં ત્રણ વાર દુષ્કર્મ આચર્યુ હતું.

આરોપીએ હોટલમાં યુવતીને પણ ગોંધી રાખી હતી. આરોપ છે કે, બેંક ક્લાર્ક યુવતીનું અપહરણ કરી અમદાવાદ લઈ આવ્યો હતો અને હોટલમાં યુવતી પર દુષ્કર્મ આચર્યું હતુ. હાલ પોલીસે યુવતીનું નિવેદન લઈ આરોપીની ધરપકડ કરી છે અને આરોપી વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments