Homeગુર્જર નગરીવડોદરાના ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરના ગેઈટ પર અજાણ્યો શખ્સ ઈંડા, ડુંગળી, નોનવેજ ફેંકી...

વડોદરાના ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરના ગેઈટ પર અજાણ્યો શખ્સ ઈંડા, ડુંગળી, નોનવેજ ફેંકી જતાં ભક્તોમાં રોષ

Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરના 147 વર્ષ જુના સ્વામિનારાયણ મંદિરના ગેઈટ પર કોઈ અજાણ્યા લોકો ઈંડા, ડુંગળી અને પાંઉ સહિતની નોનવેજ વસ્તુઓ મૂકીને જતાં રહેતાં વિવાદ સર્જાયો છે. વડોદરાના આ ઐતિહાસિક મંદિર સાથે અનેક ભક્તોની લાગણી જોડાયેલી છે ત્યારે મંદિરના ગેઈટ પર કોઈ અજાણ્યા લોકો ઈંડા, ડુંગળી અને પાઉં સહિતની નોનેવેજની વસ્તુઓ મૂકીને જતાં રહેતા ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે સ્વામિનારાયણ મંદિર દ્વારા વાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. અને આ કૃત્ય કરનાર સામે કડક પગલાં ભરવાની માંગ કરાઈ છે.

147 વર્ષ જૂનું ઐતિહાસિક અને પ્રસાદીનું સ્વામિનારાયણ મંદિર વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલું છે. આજ રોજ કોઈ શખ્સ મંદિરના પૂર્વ બાજુના ગેટ પર ઈંડા, ડુંગળી અને પાંઉ સહિતની નોનેવેજ વસ્તુઓ કોથળીમાં મૂકી જતાં રહેતાં ભારે વિવાદ ઉભો થયો છે. આ અંગે વાડી સ્વામિનારણ મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે, વડતાલ દેશ ગાદીનું વડોદરા વાડી સ્વામિનારાયણ સંપ્રદાયનું આ મંદિર આશરે 147 વર્ષથી સ્થાપિત છે. આ મંદિરની ચારે તરફ હાલમાં લઘુમતિ કોમની વસ્તી છે. પરંતુ અમારે મંદિર અને આજુબાજુના તમામ લોકો સાથે સારા સંબંધો છે. આજ રોજ મંદિરના ટાવરના મુખ્ય દરવાજામાં કોઈ વ્યક્તિ ઇંડા, બ્રેડ અને રસોડાનો કચરો ચાર થેલીમાં ભરીને મૂકી ગયું છે. ત્યાં દારૂની બોટલ પણ છૂટ્ટી પડી છે. જેથી સંતો તથા ભક્તોની લાગણી દુભાઈ છે.

ઘનશ્યામ સ્વામી કોઠારીએ જણાવ્યું છે કે, આ ઉપરાંત મહિલાઓના મંદિરની બહાર ભગવાનની મૂર્તિ છે ત્યાં લોકો પેશાબ કરે છે. તેમજ નો-પાર્કિંગ ઝોન હોવા છતાં વાહનો પાર્ક કરવામાં આવે છે અને પેશાબ કરવામાં આવે છે. તેમજ દિવાલ પાસે અભદ્ર વસ્તુઓ નાખવામાં આવે છે. જેથી આ અંગે કોમી વૈમન્સ્ય ન ફેલાય તે માટે આવા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ.

હરિભક્તોનો આરોપ છે કે, વાડી મંદિર પાસે અમારા સંપ્રદાયના લોકો ખાતાં નથી તેવી વસ્તુઓ નાખી જે કૃત્ય કરવામાં આવ્યું છે તેનાથી ભક્તોની લાગણી દુભાઈ છે. કોઈએ આ વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments