Team Chabuk-Sports Desk: ક્રિકેટ પ્રેમીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે IPl-2022નું શિડ્યુલ જાહેર થઈ ગયું છે. આજે રવિવારે આઈપીએલની આગામી સિઝન માટેનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. 26 માર્ચથી આઈપીએલ શરૂ થવા જઈ રહી છે. ત્યારે 26 માર્ચના રોજ સૌ પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. વાનખેડે સ્ટેડિયમ ખાતે આ પ્રથમ મુકાબલો ભારતીય સમય પ્રમાણે સાંજે 7-30 વાગ્યે શરૂ થશે.
IPl-2022નું સંપૂર્ણ શિડ્યુલ


મહત્વનું છે કે, વર્ષ 2011 પછી IPLના ઈતિહાસમાં પ્રથમ વખત 10 ટીમોએ ભાગ લીધો છે. જેથી 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. ગ્રુપ-એમાં મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમને રાખવામાં આવી છે જ્યારે ગ્રુપ-બીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમને સ્થાન અપાયું છે. દરેક ટીમને પોતાના ગ્રુપમાં એકબીજા સામે બે-બે મેચ રમવી પડશે જ્યારે બીજા ગ્રુપની કોઈપણ એક ટીમ સાથે 2 મેચ અને બાકીની ટીમ સામે 1-1 મેચ રમવાની થશે. દરેક ટીમોએ 14-14 મેચ રમવાની રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
