અબ્દુલ પઠાણઃ ગીર સોમનાથના કાંધીપડા ગામે એક મોટી દુર્ઘટના સર્જાતા-સર્જાતા રહી ગઈ. અને 25 લોકોએ મોતને હાથતાળી આપી દીધી. આથમણાપડાથી ઊના તરફ આવતી બસ પર અચાનક વીજપોલ પડતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. સદનસીબે શનિવાર હોવાથી લાઈટનો કાપ હતો. જેથી મુસાફરોના જીવ બચી ગયા હતા. જો કોઈ અન્ય દિવસ હોત અને વીજ પોલ જીવંત વાયર સાથે બસ પર પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
ઊના તાલુકાના કાંધીપડા ગામે અંદાજે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં બસ પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસ પર ધકાડા સાથે કોઈ વસ્તુ અથડાઈ હોઈ તેવો અનુભવ થયો હતો. બસ એક ઝાટકા સાથે રોકાઈ જતાં મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને તાત્કાલિક મુસાફરો બસની નીચે ઉતરી ગયા હતા. મુસાફરોએ જ્યારે નીચે ઉતરીને જોયું ત્યારે ખબર પડી હતી કે, વીજ પોલ બસ પર પડી ગયો છે. બીજી જ ક્ષણે મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો કારણ કે વીજ વાયર જીવંત ન હતા.
જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારે બસમાં અંદાજે 25 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. બીજી તરફ તાત્કાલિક ઘટનાની જાણ PGVCLને કરવામાં આવી હતી. ત્યારબાદ PGVCLના કર્મચારીઓએ આવીને બસ પરથી પોલ હટાવ્યો હતો. ત્યારબાદ બસ આગળ વધી શકી હતી. વીજ પોલ બસ પર પડતાં બસને ભારે નુકસાન થયું છે. બીજી તરફ થોડી વાર માટે વાહનવ્યવહાર પણ થંભી ગયો હતો.
બીજી તરફ આ દુર્ઘટના મુદ્દે સવાલો પણ ઉઠ્યા છે. શું રસ્તાની નજીક વીજ પોલ પડી જવાની હાલતમાં હશે તેની જાણ જવાબદાર અધિકારીને નહીં હોય ? શું આ વિસ્તાર જે અધિકારીની જવાબદારીમાં આવે છે તેઓ સમયાનુસાર તપાસ નહીં કરતાં હોય ? આ વિસ્તારમાં હજુ આવા કેટલા જોખમી વીજપોલ છે ? જો પાવર ચાલુ હોત અને ન બનવાનું બની ગયું હોત તો તેના માટે જવાબદારી કોણ લેત ? શું આવી બેદરકારી બદલ જવાબદાર કર્મચારી અને અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી થશે કે કઈ ન બન્યું હોય તેમ જતું કરી દેવામાં આવશે ?
તાજે તાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત