Team chabuk- Gujarat Desk: અમદાવાદ આયેશા આત્મહત્યા કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આયેશાની ડાયરીમાંથી એક લેટર મળ્યો છે જે તેણે પતિ આરિફને સંબોધીને લખ્યો છે. આયેશાએ લખ્યું છે કે,
“માય લવ આરુ,
આરુ બની શકે તો મને માફ કરી દેજે અને એક વિનંતી છે પ્લીઝ આટલી નફરત ના કર. ઘણી વાતો છે જે મેં નથી કરી. મને બહું ખોટુ લાગ્યુ છે કે તે તારી કરતૂતો છુપાવવા મારું નામ આસિફ સાથે જોડી દીધુ. આસિફ મારો બેસ્ટ ફ્રેન્ડ અને બેસ્ટ ભાઈ જ છે. બસ ખોટું લાગ્યુ કે તે તારી ખોટી વાતો છુપાવવા માટે મને સરેઆમ આસિફ સાથે જોડી દીધી. આરુ એક વાર પ્રેમથી પૂછ્યું હોત તો દરેક ગેરસમજ દૂર થઈ જાત પરંતુ તારી પાસે સમય જ ક્યાં હતો. તું હંમેશા તારામાં જ વ્યસ્ત રહે છે. મારી દરેક વાત તને અજીબ લાગતી હતી, વ્યર્થ લાગતી હતી. હું જાણું છું કે તું મારાથી ઈર્રીટેડ થાય છે કેમ કે, તારા મનમાં મારા પ્રત્યે ખોટા વિચાર આવ્યા હતા. આરુ… નારાજ છું તારાથી બહુ નારાજ છું. છેતરપિંડી કરી છે તે મારી સાથે. આટલું બધું થયા બાદ પણ હું બહુ પ્રેમ કરું છું. બહુ કરુ છું. હું તારા સિવાય કોઈ બીજાની નહીં થઈ શકું એટલે મે વિચારી લીધું છે કે જતી રહું અહીંથી અહીં ના મારા કુરાનની ઈજ્જત છે ના તો મારા ઈમાનની. આરુ ચાર દિવસ રૂમમાં એકલી હતી હું..ભૂખી-તરસી. એક વાર પણ તમારામાંથી કોઈ પૂછવા પણ ન આવ્યું જ્યારે હું તે સમયે પ્રેગ્નેન્ટ પણ હતી. અને આવતો તો ખૂબ માર મારતો અને મારા લીટલ આરુને વાગ્યું જેથી હું તેની પાસે જઈ રહી છું. તને સમય નથી કોઈ વાંધો નહીં. મને હેરાન કરવાનો પૂરો હક છે.
હું જીવતા જીવ તો હક નહીં આપું એટલે વિચારું છું મરી જ જઉં છુ. l.O.L….. પરંતુ એ સાચી વાત છે કે મેં ક્યારેય તારી સાથે છતરપિંડી નથી કરી. તું હંમેશા મને ઈગ્નોર કરતો રહ્યો. હર્ટ કરતો રહ્યો એટલું નહીં મને દરેક જગ્યાએ અપમાનિત કરી. એ ન ભૂલ કે મારો હક હતો તારા પર એક પત્ની તરીકે… ટૂકમાં આરુ મારી ગુમનામી પર વાતો ન બનાવતો પ્લીઝ.. તે હસતી-રમતી જીંદગી ઉજાડી દીધી. એકની નહીં બે લોકોની….
સોરી એન્ડ લવ યુ કૂકૂ.. તારા પર મારો હક બાકી છે. તુ કર્ઝદાર છો. બની શકે તો ઉતારી દે જે. આમીન….
હું ખોટી ન હતી. તારુ વર્તન ખોટુ હતું મારા પ્રત્યે. દરેક છોકરી પ્રત્યે તારી માનસિકતા ખોટી હતી. ખેર છોડો.. યુ ડોન્ટ કેર ના…. એક વાત કહું આજે પણ તારી આંખો પર ફિદા છુ. કેમ ? એ તો આવતા જન્મમાં જ કહીશ…બિલિવ મી.. લવ યુ”
– તારી વાઈફ આયેશા આરિફ



આયેશાના પિતા અને તેમમના વકીલે આ લેટર કોર્ટમાં રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં રિવરફ્રન્ટ પોલીસ તપાસ કરી રહી છે. આયેશા અને આરિફના મોબાઈલની તપાસ થઈ રહી છે. સાથે જ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, આરિફના કોઈ અન્ય યુવતી સાથે સંબંધ છે કે કેમ. રિપોર્ટના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે. હાલ આરોપી આરિફને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત