Team Chabuk-International Desk: ગંભીર આર્થિક પડકારોનો સામનો કરી રહેલા લેટિન અમેરિકાના દેશ વેનેઝુએલાએ (Latin America Country Venezuela) 10 લાખ બોલિવરની નોટ પ્રકાશિત કરતા સમગ્ર વિશ્વ હેરાન થઈ ગયું છે. આ સાથે જ લેટિન અમેરિકાનું વેનેઝુએલા દેશ દુનિયાનો એવો પ્રથમ દેશ બની ગયો છે જેણે દસ લાખ જેટલી મોટી કરન્સીની (Currency Note) નોટ જાહેર કરી હોય. હાલના સમયમાં દસ લાખ બોલિવરની કિંમત અડધો અમેરિકન ડોલર બરાબર છે. જેનો અર્થ છે આશરે ત્રીસ રૂપિયા. એટલે કે વેનેઝુએલામાં મંદીનું સામ્રાજ્ય પ્રસરી રહ્યું છે જેના કારણે જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. કરન્સી તો મોટી મોટી બહાર પાડવામાં આવે છે પણ એટલી મોટી કરન્સીમાં એક અડધી થેલી સામાન માંડ આવે છે.
એક સમયે વેનેઝુએલા પોતાની તેલની ખાણો માટેનો પ્રખ્યાત અને સમ્પન્ન દેશ હતો. પણ હવે અહીં અર્થતંત્ર ભાંગી પડતા ગરીબી સહન કરવાનો વારો આવ્યો છે. અહીંની મુદ્રાની કિંમત એટલી ગબડી પડી છે કે હજ્જારો અને લાખોની કિંમતમાં મુઠ્ઠી ભર સામાન આવે છે. દેશની કેન્દ્રિય બેંકનો ભંડાર 50 વર્ષમાં નીચલા સ્તર પર છે.
50 હજાર બોલિવરની નોટ પ્રચલનમાં
વેનેઝુએલાની કેન્દ્રિય બેંકે જાણકારી આપી કે આટલા મોટી નોટને જાહેર કરવાનું કારણ દેશની અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિ છે. આ કારણે જ આગામી સપ્તાહમાં બે લાખ અને પાંચ લાખની નોટ પણ જાહેર કરવામાં આવશે. ભારતીય રૂપિયાના હિસાબે જોવામાં આવે તો વેનેઝુએલામાં હજુ પણ ઘણી મોટી નોટોને ચલણમાં ઉપયોગ કરવામાં આવે છે. દસ હજાર, વીસ હજાર અને પચાસ હજાર બોલિવિરની નોટોનો સમાવેશ થાય છે. જોકે આટલી મોટો નોટ વેનેઝુએલનાં લોકો માટે સફેદ હાથી સમાન જ છે. માની લો કાગળનો વાઘ.
એક ભારતીય રૂપિયાની કિંમત વેનેઝુએલામાં 25584.66 બોલિવર છે. વેનેઝુએલામાં દસ લાખની નોટ છાપવાની ખબર ગત્ત વર્ષે સામે આવી હતી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વેનેઝુએલા ઈટાલી પાસેથી 71 ટન સિક્યોરિટી પેપર ખરીદ્યા છે. જેનો ખુલાસો કસ્ટમ રિપોર્ટમાં થયો હતો. આ પછીથી શરૂઆતમાં નવી કરન્સી આવવાની હોવાની વાતો થવા લાગી હતી અને હવે એ કરન્સી સામે આવી પણ ગઈ છે.
દસ લાખ બોલિવરમાં શું મળશે ?
હવે વિચાર આવતો હશે કે આશરે દસ લાખ બોલિવરમાં શું મળી શકે ? દસ લાખ બોલિવરની કિંમત શું હશે ? જોકે આ વેનેઝુએલાની સૌથી મોટી કરન્સી છે છતાં દસ લાખ રૂપિયામાં ફક્ત અડધો કિલો ચોખા જ ખરીદી શકશો. સરકાર જનતાની સુવિધા માટે મોટી નોટ છાપી રહી છે. જેથી લોકોને સામાન ખરીદવા માટે મોટી માત્રામાં નકદી ન લઈ જવી પડે. છતાં પણ પરિવાર મોટું હોય તો એટલા લોકોનું પેટ ન ભરી શકાય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત