Homeદે ઘુમા કેઈંગ્લેન્ડનો નામોશીભર્યો પરાજય અને પેટ કમિન્સે સુકાની તરીકે પ્રથમ ટેસ્ટમાં જ રેકોર્ડની...

ઈંગ્લેન્ડનો નામોશીભર્યો પરાજય અને પેટ કમિન્સે સુકાની તરીકે પ્રથમ ટેસ્ટમાં જ રેકોર્ડની વણઝાર સ્થાપી દીધી

Team Chabuk-Sports Desk: ટીમ પેનના નેતૃત્વને છોડ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ (australia) નવા સુકાની (captain) પેટ કમિન્સની (pat cummins) આગેવાનીમાં એશિઝ શ્રેણીની ધમાકેદાર શરૂઆત કરી છે. મેચમાં તેણે એક ખેલાડીના રૂપે કેટલાય કિર્તીમાન (record) પોતાના નામે કર્યાં છે અને રિચી બિનૉડનો 63 વર્ષ જૂનો કિર્તીમાન પણ ધ્વંસ કરી નાખ્યો છે. મેચમાં કમિન્સે 89 રન આપી સાત વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના કોઈ પણ કેપ્ટન દ્વારા પ્રથમ ટેસ્ટ મેચમાં જ કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પૂર્વે રિચી બિનૉડે 112 રન આપી સાત વિકેટ પોતાના નામે કરી હતી. વર્ષ 1958ની સાલમાં તેણે આ ધમાકો કરી બતાવ્યો હતો. એ પછી વર્ષ 2021ના અંતમાં પેટ કમિન્સે તે ઈતિહાસને તોડી નવા ઈતિહાસને સ્થાપ્યો છે.

રેકોર્ડની વણઝાર સ્થાપી દીધી

મેચની પ્રથમ ઈનિંગમાં કમિન્સે 38 રન આપી પાંચ વિકેટ પોતાના નામે કરી હતી. તે ઓસ્ટ્રેલિયાનો બીજો કેપ્ટન છે જેણે એશિઝ શ્રેણીમાં કેપ્ટન તરીકે ડેબ્યુ કરતાની સાથે જ પાંચ વિકેટ ઝડપી હોય. 1982માં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન બોબ વિલિસે પાંચ વિકેટનો કિર્તીમાન બનાવ્યો હતો. કમિન્સે આ સિવાય વધુ એક યશકલગી ઉમેરી છે. કમિન્સ ઓસ્ટ્રેલિયાનો બીજો ખેલાડી છે જેણે કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં જ પાંચ વિકેટ પ્રાપ્ત કરી હોય. આ પૂર્વે જ્યોર્જ ગિફિને 1984માં 155 રન આપી છ વિકેટ મેળવી હતી. કમિન્સ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 14મો એવો ક્રિકેટર છે, જેણે કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં જ પાંચ વિકેટ લીધી હોય. આ પૂર્વે અફઘાનિસ્તાનના રાશિદ ખાને અંતિમ વખત કરેલા કમાલની યાદને કમિન્સે પુન:જીવિત કરી બતાવી હતી.

ઓસ્ટ્રેલિયાની આસાન જીત

બ્રિસ્બેનમાં રમાયેલી એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડની ટીમને 9 વિકેટે સજ્જડ પરાજય આપ્યો હતો. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0થી આગળ નીકળી ગઈ છે. ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમ 297 રન પર આઉટ થઈ ગઈ હતી. જેથી ઓસ્ટ્રેલિયાને માત્ર 20 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. જે તેણે એક વિકેટના નુકસાને પ્રાપ્ત કર્યું હતું. એલેક્સ કેરી 9 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ ઈનિંગમાં 425 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ પોતાની પ્રથમ ઈનિંગમાં 147 અને બાદમાં 297 રન બનાવી શકી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments