Homeદે ઘુમા કેઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સામે જીતતા ભારત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોંઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન...

ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સામે જીતતા ભારત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોંઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર સરકી ગયું

Team Chabuk-Sports Desk: ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડની વિરૂદ્ધ ઘર આંગણે રમાય રહેલી પ્રથમ એશિઝમાં વિરોધી ટીમને 9 વિકેટે ધૂળ ચટાવતા શ્રેણીની રંગેચંગે શરૂઆત કરી દીધી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં (test championship) જીતથી પોતાનું ખાતું ખોલાવી દીધું છે. ઓસ્ટ્રેલિયા માટે આ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રથમ મુકાબલો હતો જેમાં તેમણે જીતથી શરૂઆત કરી હતી. પેટ કમિન્સની આગેવાનીમાં ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા વિરોધી ટીમને રગદોળી નાખી હતી.

ભારત ચોથા સ્થાન પર

બ્રિસ્બેનની ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયાને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોંઈન્ટ ટેબલમાં પણ ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ એક જીત, 12 અંક સાથે બીજા સ્થાન પર પહોંચી ગઈ છે. જ્યારે ભારતની ટીમે હાલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની શ્રેણીમાં જીત મેળવી હોવા છતાં ચોથા સ્થાન પર પહોંચી ગઈ છે. ભારતીય ટીમના ટોચ પરની ત્રણે ટીમો કરતા વધારે અંક હોવા છતાં પોંઈન્ટ ટેબલમાં શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન પછીના સ્થાન પર છે.

શું કહે છે નિયમ?

આઈસીસીના નિયમ અનુસાર પોંઈન્ટ ટેબલ માટે જીતની ટકાવારી જોવામાં આવે છે. શ્રીલંકાના 24 પોંઈન્ટ અને જીતનો રેકોર્ડ સો ટકા છે અને આ કારણે તે ટોપ પર છે. ઓસ્ટ્રેલિયાએ પણ એક મેચ રમ્યો અને જીત મેળવી, હજુ સુધી તેને હારનો સામનો નથી કરવો પડ્યો. જેથી તેના અંક 12 છે અને જીતની ટકાવારી 100 છે. ભારતને ત્રણ જીત અને એક હાર મળી છે જ્યારે બે મેચ ડ્રો રહ્યા છે. ધીમા ઓવર રેટના કારણે ટીમ ઈન્ડિયાને બે પોંઈન્ટનું નુકસાન પણ થયું છે. ભારતની જીતની ટકાવારી 58.33 છે અને તે ટકાવારીના મામલે ત્રીજા પાયદાન પર છે.  

કયા આધાર પર પોંઈન્ટ મળે?

આઈસીસીના નિયમ અનુસાર એક મેચ જીતવા પર વિજેતા ટીમને 12 પોંઈન્ટ મળે છે. મેચ ડ્રો થતાં બંને ટીમને ભાગીદારીમાં ચાર-ચાર પોંઈન્ટ આપવામાં આવે છે અને હારનારી ટીમને કોઈ પોંઈન્ટ પ્રાપ્ત થતાં નથી. મેચ ટાઈ થતાં બંને ટીમને છ-છ પોંઈન્ટ મળે છે. પોંઈન્ટ ટેબલની રેન્કિંગ એ આધાર પર નક્કી કરવામાં આવે છે કે ટીમે દરેક મેચમાં કેટલી ટકાવારી સાથે પોંઈન્ટ પ્રાપ્ત કર્યાં. એક મેચમાં કુલ પોંઈન્ટ 12 હોય છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments