Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં સાસરીયે રહેતી 25 વર્ષીય પરણીતાએ પોતાના પતિ, સસરા, સાસુ અને વિરુદ્ધ આઇપીસી 498 (A), 406, 420, 114 મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો છે. આરોપ છે કે, પતિએ પોતે નપુંસક હોય તે વાત છુપાવી હતી. તો સાથે જ લગ્નજીવન દરમિયાન શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી નાની-નાની વાતોમાં ઝઘડાઓ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદમાં ઉલ્લેખ છે કે, પોતે હાલ પોતાના માવતરના ઘરે રહે છે. કામિનીના લગ્ન 30 નવેમ્બર 2021ના રોજ જ્ઞાતિના રીતી રિવાજ મુજબ થયા હતા. જો કે, પતિએ કોઈપણ પ્રકારના શારીરિક સંબંધ રાખ્યા નહોતા. તેમજ ત્યારબાદ પણ જુદા જુદા બહાના બતાવી માતાજી તથા ભગવાનની બાધા હોય તેમ કરી સમય પસાર કરતા હતા.
તેમજ લગ્નના પાંચ સાત દિવસ બાદ પણ પતિએ કોઈ શારીરિક સંબંધ ન રાખતા કામિનીને તેના પતિ ઉપર શંકા ગઈ હતી. જેથી તેણે પોતાના પતિને પૂછતા તેણે કહ્યું હતું કે, “મારે લગ્ન જ કરવાના નહોતા. હું નપુસંક છું. હું કોઈ ફિઝિકલ રીલેશન રાખી શકું તેમ નથી.” તેમજ “જો તું આ વાત કોઈને કરીશ તો હું આત્મહત્યા કરી લઈશ તેમ જ સુસાઇડ નોટમાં તારું તેમજ તારા માતા-પિતાનું નામ લખતો જઈશ.”
પતિ શારીરિક સુખ આપી શકે તેમ ન હોવાથી તેને દવા લેવાનું કહેતા તેણે કહ્યું હતું કે, “મેં અગાઉ દવા કરાવેલી છે પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમ છતાં જો તારે શરીર સુખ જોઈતું હોય તો મારો ભાઈ તથા મારા પિતા તને શારીરિક સુખ આપી દેશે.” દાવો છે કે, આ વાત પતિનો ભાઈ અને પિતા જાણતા હતા જેથી અનેક વખત દિયર અને સસરાએ આવી ચેષ્ટાઓ પણ કરી હોવાનો આરોપ છે. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે તપાસ શરુ કરી છે.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ