Homeગુર્જર નગરીશું ગાંધીધામમાં શાળામાં બાળકોને કહેવાયું, "ગાયનું માંસ ખાઈ શકાય છે" ?

શું ગાંધીધામમાં શાળામાં બાળકોને કહેવાયું, “ગાયનું માંસ ખાઈ શકાય છે” ?

Team Chabuk-Gujarat Desk: ગાંધીધામની એક શાળામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ખાનગી શાળામાં નાના બાળકોને ગાયનું માંસ ખાઈ શકાય તેવું શીખવવામાં આવી રહ્યું હોવાનો દાવો છે. મામલો સામે આવ્યા બાદ બાળકોના વાલીઓ અને હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો હતો અને શાળા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ મામલો વણસતો જોઈને શાળાએ માફી માંગી છે.

ગાંધીધામની ખાનગી શાળામાં બાળકોને પાઠ ભણાવવામાં આવતા માસુમ વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ ફેલાયો છે. વાલીઓએ આરોપ લગાવ્યો છે કે શાળામાં બાળકોને અંગ્રેજીનો પાઠ ભણાવવામાં આવી રહ્યો હતો, જેમાં લખ્યું છે કે ‘ગાય કાળી અને સફેદ હોય છે.’ તે ઘાસ ખાય છે અને અમે તેનું દૂધ પીએ છીએ અને અમે તેનું માંસ ખાઈ શકીએ છીએ.

મામલો વધતો જોઈને સ્કૂલે એક નિવેદન બહાર પાડ્યું છે. શાળાએ પોતાનું નિવેદન બહાર પાડીને આ સમગ્ર મામલાથી અંતર રાખ્યું છે અને કહ્યું છે કે સામગ્રી Pinterest પરથી લેવામાં આવી છે. અમારો હેતુ સનાતન ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. અમારો હેતુ બાળકોને કોઈપણ પ્રકારનું માંસ ન ખાવાનું શીખવવાનો હતો.

Gandhidham

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments