Homeતાપણું'મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં' વડોદરામાં રંજન ભટ્ટ વિરુદ્ધ...

‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’ વડોદરામાં રંજન ભટ્ટ વિરુદ્ધ લાગ્યા પોસ્ટર

Team Chabuk-Political Desk: લોકસભાની ચૂંટણી પહેલા વડોદરા બેઠક ભાજપ માટે માથાનો દુઃખાવો બની છે. વડોદરા બેઠક પર હાલના સાંસદ રંજનબેન ભટ્ટને (ranjan bhatt) ત્રીજી વખત રિપીટ કરવામાં આવતા ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે. રંજનબેન ભટ્ટનો આંતરિક વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો પણ લગાવવામાં આવ્યા છે. વડોદરામાં ભાજપને ઉમેદવાર બદલવા માટે ભાજપના નેતાઓ જ પ્રેશર કરી રહ્યા હોય તેવી ગતિવિધિઓ જોવા મળી રહી છે.

ગઈકાલે રાતે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવખતના ભાજપના જ ઉમેદવાર અને વડોદરાથી સતત ત્રીજીવાર લોકસભા લડી રહેલાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે. વડોદરા શહેરના કારેલીબાગ, ગાંધી પાર્ક સોસાયટી, વલ્લભ પાર્ક સોસાયટી, જાગૃતિ સોસાયટી, ઝવેર નગર સોસાયટી સહિત આસપાસના પોશ ગણાતા અનેક વિસ્તારોમાં ભાજપના લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’ તો અન્ય એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘વડોદરાનો વિકાસ ક્યાં ગયો ? કોના ગજવામાં કે ઘરમાં ? જનતા માંગે છે તપાસ…’ આમ આ પ્રકારના પોસ્ટર લગાવીને રંજનબેન ભટ્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે આ પોસ્ટરો કોણે લગાવ્યા તે હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ ભાજપના જ એક નારાજ જુથ દ્વારા આ પોસ્ટર લગાવાયા હોવાનો ગણગણાટ અંદરો અંદર થઈ રહ્યો છે.

ranjan bhatt

મહત્વનું છે કે, રંજનબેન ભટ્ટને વડોદરાથી ભાજપે લોકસભાની ટિકિટ આપ્યા બાદ ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને વડોદરાના પૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડ્યા નારાજ હોય તેઓને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા હતા. આ ઉપરાંત ગઈકાલે જ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે અંતર આત્માના અવાજને માન આપીને વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું મેઈલ કરી દીધું હતું. તેઓના સમર્થનમાં ભાજપના અન્ય હોદ્દેદારોએ પણ રાજીનામાં આપી દીધા હતા. જોકે આખરે ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ તેમણે રાજીનામું પરત ખેંચી લીધું હતું. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments