Homeગુર્જર નગરીઅમદાવાદના પોશ વિસ્તારમાં નિવૃત્ત કલેક્ટરના પુત્રવધૂએ કરી આત્મહત્યા

અમદાવાદના પોશ વિસ્તારમાં નિવૃત્ત કલેક્ટરના પુત્રવધૂએ કરી આત્મહત્યા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના પોશ ગણાતા સેટેલાઈટ વિસ્તારમાં રહેતા નિવૃત્ત કલેક્ટરના પુત્રવધૂએ આત્મહત્યા કરી લીધી છે. બીમાર પતિને સાસરિયાવાળા મળવા ન દેતાં હોવાથી તેમજ મિલકતના વિવાદને લઈને મહિલાએ આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે આજે અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા શૈલરાજ બંગ્લોઝમાં રહેતા કૃપા પટેલ નામની મહિલાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આત્મહત્યા કરનાર મહિલા કૃપા પટેલ નિવૃત કલેક્ટર સી.પી. પટેલના પુત્રવધૂ હતા. પોલીસે આ અંગે અકસ્માતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે શૈલરાજ બંગ્લોઝમાં રહેતા 41 વર્ષીય કૃપા પટેલ નામની મહિલાએ ઘરે દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. મૃતક મહિલા પાસેથી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં મહિલાએ લખ્યું છે કે, મારા મૃત્યુથી ઘણા બદા ખુશ થશે અને ઘણા બધા દુઃખી થશે. મારી બન્ને દીકરીઓને મિલકત અને જમીનમાં ભાગ આપજો. આ મામલે હાલ સેટેલાઈટ પોલીસ ગુનો નોંધીને તપાસ ચલાવી રહી છે.

મહત્વનું છે કે, આત્મહત્યા કરી લેનાર મહિલા કૃપા પટેલ નિવૃત્ત કલેક્ટર સી.પી.પટેલના પુત્રવધૂ છે. સી.પી.પટેલના પુત્ર ચિરાગ પટેલ આજથી ત્રણેક વર્ષ પહેલા અકસ્માત બાદ બ્રેઈન ડેડ થઈ ગયા છે. હાલ પરિવાર તેમની સંભાળ લઈ રહ્યો છે. હાલ ચિરાગ પટેલ તેલાવ ફાર્મ પાસે તેમના પિતા સાથે રહે છે. મૃતકની બે પુત્રી પણ છે. જેમાંથી એક પુત્રી તેમની સાથે રહેતી હતી જ્યારે બીજી પુત્રી અમેરિકા અભ્યાસ કરી રહી છે. નાની દીકરી ઉપરના માળે ઘરમાં ઉંઘતી હતી ત્યારે કૃપા પટેલે દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

જાણવા મળતી માહિતી પ્રમાણે બ્રેઈન ડેડ પતિની કસ્ટડી મેળવવા માટે કૃપા પટેલે સાસરિયા સામે હાઈકોર્ટમાં કેસ પણ કરેલો છે. બન્ને પુત્રી અને પોતાની આજીવિકા ચાલતી રહે તે માટે સાસરિયા સામે હક્ક બાબતે તેઓ લડત આપતા હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સાસરિયાવાળા તેઓને તેમના બ્રેઈન ડેડ પતિને મળવા પણ નથી દેતા. ત્યારે નિવૃત્ત કલેક્ટરના પુત્રવધૂએ આ પ્રકારે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments