Team Chabuk-Gujarat Desk: કિશન ભરવાડ હત્યા કેસમાં ત્રણ આરોપીના 9 દિવસના રિમાન્ડ મજૂર થયા છે. કિશન ભરવાડ હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને ગુજરાત ATSની ટીમે કોર્ટમાં રજૂ કર્યા હતા અને ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈ ત્રણ આરોપીઓના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
કિશન ભરવાડ હત્યા કેસમાં મુખ્ય આરોપી શબ્બીર ચોપડા, ઈમ્તિયાઝ પઠાણ અને મૌલાના ઐયુબ જાવરાવાલાને ગુજરાત ATSની ટીમે રિમાન્ડ પૂર્ણ થતાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ કેસમાં ઘણી તપાસ કરવાની બાકી હોવાના કારણે એટીએસે ફરી રિમાન્ડ માગ્યા હતા.
ATSએ કોર્ટમાં અલગ અલગ મુદ્દા રજૂ કર્યા હતા. જેમાંથી એક મુદ્દો એ પણ હતો કે આરોપીઓએ ગુનો કર્યા બાદ ગુનામાં વાપરેલો મોબાઈલ ફોન અને સીમકાર્ડ ફેકી દીધા છે. તે અંગેની તપાસ કરવાની બાકી છે.બીજી તરફ બચાવપક્ષના વકીલે રજૂઆત કરતા રિમાન્ડના મુદ્દાઓ રિપીટ થતા હોવાની દલીલ કરી હતી.
શું હતા રિમાન્ડના મુખ્ય મુદ્દા ?
- આરોપીઓએ મોબાઈલ ફોન અને સીમકાર્ડ ફેંકી દીધા તે શોધવાના બાકી છે
- ગુનો કર્યા બાદ આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝએ ગુના સમયે પહેરેલા કપડાં શોધવા
- મૌલાના ઐયુબ જાવરાવાલાએ છપાવેલા ચાર હજાર પુસ્તકો પૈકી ત્રણ હજાર પુસ્તકો ક્યાં છે તે અંગે તપાસ
- પોરબંદરમાં સાજણ ઓડેદરા અને કિશન ભરવાડની રેકી દરમિયાન આરોપીઓ કોને કોને મળ્યા તે અંગે તપાસ
- આરોપીઓ આ માટે કોની પાસેથી ફંડ મેળવ્યું તે બાબતે તપાસ
- સોશિયલ મીડિયામાં કેટલીક વિવાદીત પોસ્ટ અંગે માહિતી એકત્ર કરી તેમના વિરૂદ્ધ કોઈ કાવતરું થયું હતું કે કેમ ?
- આરોપીઓએ વિદેશમાંથી કે ભારતમાંથી ક્યાંથી ફંડ મેળવ્યું હતું તે બાબતે તપાસ
- કિશન સિવાય અન્ય કયા વ્યક્તિઓ તેમના હત્યા કરવાના ટાર્ગેટમાં હતા તે અંગે તપાસ
- પકડાયેલા આરોપીઓ ઈસ્લામિક કટ્ટરપંથી સંસ્થા કે ભારત વિરોધી આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે કે કેમ તેની પણ તપાસ
હવે ફરીથી આરોપીઓ 9 દિવસના રિમાન્ડમાં છે. ATS આરોપીઓની આ વિવિધ મુદ્દે તપાસ કરશે જેમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
