Homeગુર્જર નગરીહવે વેલડી કે અર્ધ વેલડી મગફળીને બદલે ઉભડી મગફળીનું વાવેતર કરી શકાય

હવે વેલડી કે અર્ધ વેલડી મગફળીને બદલે ઉભડી મગફળીનું વાવેતર કરી શકાય

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લામાં મગફળીનું સૌથી વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં ૬૦ ટકા વિસ્તારમાં વાવણી થઈ છે. ૪૦ ટકા વિસ્તાર વાવેતર વગરનો બાકી છે. અત્યારે વરસાદ ખેંચાતા અને તાપમાન વધારો થતા ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ વધશે. ત્યારે આ જીવાતના ઉપદ્રવને દુર કરવા માટે નિષ્ણાત દ્વારા ખેડૂતોને સૂચનો કરવામાં આવ્યા છે.

તે માટે ડાયમીથીઓયેટ–૨૦ મિલી અથવા થાયોમીથોકઝામ ૨.૫ ગ્રામ અથવા મીથાઈલ–ઓ– ડીમેટોન ૧૦ મિલી અથવા ફોલ્ફામીડોન ૩ મિલી ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. તેમજ જો સુકારો માલુમ પડે તો ૫૦ થી ૬૦ ગ્રામ ટ્રાઈકોડર્મા પાવડર ૧૦ લીટર પાણીમાં નાખી નોઝેલ કાઢી જ્યા સુકારો ચાલુ થયો હોય ત્યાં ડ્રેન્સિંગ(ઘાર)કરવી.

જ્યા પણ પાણીની સગવડતા હોય તેમણે વરસાદની રાહ જોયાવગર ડ્રીપ, ફુવારા તેમજ ક્યારામાં પિયત આપી દેવું. વચ્ચે ખાલા પડી ગયા હોય તો ટૂંકા ગાળાના પાકો જેવા કે કઠોળ તલ જેવા પાકથી ખાલા પુરવા.

હવે વેલડી કે અર્ધ વેલડી મગફળીનું વાવેતર કરવું નહી. પણ ઉભડી મગફળીનું વાવેતર કરી શકાય. પણ વધારે સલાહભર્યુ એ છે કે ટુંકાગાળાનો પાક કઠોળ, બાજરી, મકાઈ, જુવાર, તેમજ ઘાસચારાના પાકો વાવવા. પાછતરો વરસાદ સારો થાય તો રીલે પાક તરીકે તુવેર અથવા એરંડા પણ વચ્ચે વાવેતર કરી શકાય. તેમ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.જી.આર.ગોહિલે જણાવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments