Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળના નદિયામાં શર્મસાર કરી દેતી એક ઘટના સામે આવી છે. અહીં એક 13 વર્ષની છોકરીએ બાળકને જન્મ આપ્યો છે. સમાજ માટે આંખ ઉઘાડનારો આ કિસ્સો છે કારણ કે સાતમાં ધોરણમાં ભણતા તેના જ ક્લાસમેટે તેનો બળાત્કાર કર્યો હતો. હાલ આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશને પહોંચી છે જ્યાં પીડિતાની માતાએ પોલીસ પાસે ન્યાયની માગણી કરી છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે આ ઘટના નદિયાના ધનતાલ વિસ્તારની છે. કુકર્મ કર્યા બાદ સગીર આરોપી પોતાના પરિવારજનોની સાથે બાંગ્લાદેશ ભાગી ગયો છે. આરોપીના દાદા બાંગ્લાદેશમાં રહેતા હોવાથી તેણે ત્યાં શરણ શોધી લીધું છે. જેથી તે પોલીસ પકડથી હાલ ખૂબ જ દૂર છે.
પીડિતાની માતાએ ફરિયાદ નોંધવતા જણાવ્યું હતું કે, સાતમાં ધોરણમાં અભ્યાસ કરતી તેમની દીકરી સાથે ભણતા છોકરાએ તેની શારીરિક રીતે પજવણી કરતી હતી. જે પછી મોબાઈલમાં તેના ફોટો સેવ કરી લીધા હતા અને તેને બ્લેકમેલ કરતો હતો. છોકરીનો વિરોધ છતાં આ સગીર આરોપીએ તેની સાથે સંબંધો બાંધ્યા હતા અને તેને ગર્ભવતી બનાવી હતી.
પીડિતની માતા ખૂબ જ ડરેલી છે અને તેણે પોલીસ સમક્ષ ન્યાયની માગણી કરી છે. પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે આરોપી પોલીસના હાથથી દૂર અન્ય દેશમાં ભાગી ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત