Team Chabuk-Gujarat Desk: ખોરાક ઔષધ નિયમનતંત્રના કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે કે, ફૂડ સેફ્ટી કમિશનરને મળેલ બાતમીના આધારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મસાલાની ફેક્ટરી પર ઓચિતો દરોડો પાડવામાં આવ્યો હતો અને કલરવાળા મરચાંનો અંદાજે રૂપિયા ૪.૫૯ લાખનો આશરે ૯૪૭૨ કીગ્રા.નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યુ કે,ગાંધીનગર તથા નડિયાદ જિલ્લાની સયુંકતપણે કરવામાં આવેલ દરોડામાં નડિયાદ જીઆઇડીસીમાં ભરતભાઈ બ્રહ્મભટ્ટ નામની વ્યક્તિ મરચામાં મકાઈનો લોટ, અખાદ્ય કલર, હલકુ મરચું ભેળસેળ કરતા વ્યકિતને તંત્ર દ્વારા રંગેહાથે ઝડપી પાડ્યો હતો..આ દરોડામાં મરચાં પાઉડર, અખાદ્ય કલર તથા મકાઈ લોટના કૂલ- ૬ નમૂનાઓ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ લઈ ચકાસણી અર્થે લોબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે અને કૂલ આશરે ૯૪૭૨કી.ગ્રા.(રૂ. ૪,૫૯,૭૪૦/) નો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
તેમણે કહ્યુ કે, આ રેડમાં કુલ આશરે ૬૪ કિ.ગ્રાં.નો અખાદ્ય કલરનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ છે જે અતિ મહત્વનું છે અને જેનાથી હજારો કિલોમાં આવા કલરવાળા મરચાં પાઉડરને બનાવી શકાય છે. જેના સેવનથી કૅન્સર થવાનું ગંભીર જોખમ રહ્યુ છે. નમૂનાનું પરિણામ આવ્યેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
