Homeગુર્જર નગરીક્રાઈમ કેપિટલ બનતું સુરતઃ 12 વર્ષની બાળકીની દુષ્કર્મ ગુજારી હત્યા

ક્રાઈમ કેપિટલ બનતું સુરતઃ 12 વર્ષની બાળકીની દુષ્કર્મ ગુજારી હત્યા

Team Chabuk-Gujarat Desk: સુરત જાણે ક્રાઈમ કેપિટલ બની ગયું હોય તેમ દિવસ ને દિવસે હત્યા અને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ સુરત શહેરમાં બનેલો ગ્રીષ્મા હત્યા કેસ રાજ્યભરમાં ચર્ચિત બન્યો છે ત્યાં જ વધુ એક બાળકી હવસખોરોનો શિકાર બની છે. સુરતના પલસાણાના જોળવામાં 12 વર્ષની બાળકી પર નરાધમોએ દુષ્કર્મ ગુજારીને હત્યા કરી દીધી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પલસાણાના જોળવામાં 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનામાં પરિવારના પ્રાથમિક નિવેદનના આધારે બે શંકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે ભોગ બનનાર બાળકીનો પરિવાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા વિસ્તારમાં પરપ્રાંતીય વિસ્તારમાં સાઈબા મિલની સામે આવેલ એક બિલ્ડિંગમાં ભાડેથી રહે છે. આ પરિવારમાં બે બાળકી હતી. રવિવારે માતાપિતા નોકરીએ ગયા અને ઘરમાં બાળકી ઘરે એકલી હતી, ત્યારે સાંજના સમયે 7 વર્ષની એક બાળકી કંઈક લેવા બહાર નીકળી હતી. તે સમયે 12 વર્ષની બાળકીને જોઈ અજાણ્યો નરાધમ આજ બિલ્ડીંગના અન્ય એક બંધ રૂમમાં લઈ ગયો હતો. જ્યાં હવસખોરોએ આ બાળકીને પીંખી નાખી હતી. એટલું જ નહીં, બાળકી લોહીલુહાણ હાલતમાં કણસતી હતી, ગંભીર હાલત હોવા છતાં નરાધમ રૂમને બહારથી તાળું મારી ફરાર થઈ ગયો હતો.

બાળકી ગુમ થતાં પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા અને બાળકીની આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકી બહાર ક્યાંય મળી ન હતી. ત્યારબાદ બિલ્ડિંગમાં તપાસ કરતાં બાળકી મળી આવી હતી. પરંતુ બાળકીની હાલત જોતાં તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ લવાયો હતો.

સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિવારજનોના પ્રાથમિક નિવેદનના આધારે બે શંકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું છે કે, આ અમાનવીય કૃત્યમાં બિલ્ડીંગના જ કોઈ વ્યક્તિની સંડોવણી હોવાની શક્યતા વર્તાઈ રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments