Team Chabuk-Gujarat Desk: સરકારી નકલી દસ્તાવેજો બનાવવાના કૌભાંડ અનેક વખત સામે આવ્યા છે. ત્યારે હવે ગોધરામાં નકલી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ તેમજ માર્ગ મકાન વિભાગના બનાવટી સિક્કા અને દસ્તાવેજો બનાવવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
ગોધરા એલસીબી પોલીસે માર્ગ અને મકાન વિભાગના બનાવટી 50 ઉપરાંત સિક્કા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ગોધરાના વ્હોરવાડ વિસ્તારમાંથી ઝડપાયેલા ઈસમ પાસેથી યુનિવર્સિટીના 33 બનાવટી દસ્તાવેજોની નકલો પણ મળી આવી છે. બનાવટી દસ્તાવેજો તેમજ સિક્કાનો ઉપયોગ કરીને કોન્ટ્રાક્ટરો સરકાર સાથે છેતરપિંડી કરતાં હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
