Homeગુર્જર નગરીGujarat: સરકારી કર્મચારીઓને 7મા પગારપંચ મુજબ HRA મળશે, એરિયર્સ નહી મળે, જાણો...

Gujarat: સરકારી કર્મચારીઓને 7મા પગારપંચ મુજબ HRA મળશે, એરિયર્સ નહી મળે, જાણો વધુ વિગતો

Team Chabuk-Gujarat Desk: ગુજરાત સરકારના પાંચ મંત્રીઓની કમિટીએ કર્મચારી મહામંડળ અને સંયુક્ત મોરચાના હોદ્દેદારો સાથે 16મી સપ્ટેમ્બરે બેઠક યોજીને 15 પડતર પ્રશ્નો ઉકેલવા મુદ્દે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી. 8 દિવસ પછી ચોથા શનિવારની સરકારી રજાના દિવસે તે પૈકી નાણાં વિભાગે 8 પડતર પ્રશ્નોના ઉકેલ સ્વરૂપ ઠરાવો પ્રસિધ્ધ કર્યા છે. જેમાં રાજ્યના તમામ કર્મચારીઓને ઘરભાડા ભથ્થુ- HRA અને પરિવહન ભથ્થુ- TA 7માં પગાર પંચ હેઠળ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારે 1લી જાન્યુઆરી 2016થી 7મું પગારપંચ સ્વિકાર્યુ છે. પરંતુ, તેના ભથ્થાનો અમલ 1 ઓક્ટોબર 2022થી કરવાનો ઠરાવ થવાથી કર્મચારીઓને તેનું એરિયર્સ મળશે નહી.

કર્મચારીઓના આંદોલનો દરમિયાન સરકારે જે 15 માંગણીઓ સ્વિકારી હતી તે પૈકી CCC પરીક્ષામાં રાહત, જુથ વીમા યોજના, તબીબી ભથ્થુ રૂ 300થી વધારીને રૂ. 1000 કરવા અંગે, ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં ઉચ્ચક નાણાકીય સહાય રૂ 14 લાખ કરવા, ફિક્સ પગારદારોને પણ માતૃત્વ રજાઓનો લાભ, પેન્શનના મુડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું 13 વર્ષ બાદ પુનઃસ્થાપન, નવી પેન્શન યોજના- OPS હેઠળના કર્મચારીઓને ચાલુ નોકરીએ અવસાન કે અશક્તતાના કિસ્સામાં ભારત સરકારની બીજી જૂલાઈ 2007ના ઓફિસ મેમોરેન્ડમથી અસ્તિત્વમાં આવેલી કુંટુંબ પેન્શનનો લાભ જેવા પ્રશ્નોના અલગ અલગ ઠરાવો નાણાં વિભાગે પ્રસિધ્ધ કર્યા છે. બાકીના પ્રશ્નો સંદર્ભે હવે પછી ઠરાવ પ્રસિધ્ધ થશે તેમ જાણવા મળ્યુ છે. અલબત્ત જૂની પેન્શન યોજના- OPSના ફરીથી અમલ અને ફિક્સ-પે નીતિની નાબૂદી મુદ્દે કર્મચારીઓની માંગણી યથાવત છે. સરકારના ઉપરોક્ત નિર્ણયોથી રાજ્યની તિજોરી પર વાર્ષિક રૂ.3,500 કરોડથી વધારે ભારણ આવશે. આ ઠરાવોથી સરકારી ફરજ હેઠળના 4.32 લાખથી વધુ કર્મચારીઓને મહિને રૂ.1500થી શરૂ કરીને રૂપિયા છ હજાર સુધીનો પગાર વધારો મળશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments