Homeગુર્જર નગરીબોયફ્રેન્ડ હશે તો જ કોલેજમાં પ્રવેશ મળશે

બોયફ્રેન્ડ હશે તો જ કોલેજમાં પ્રવેશ મળશે

Team Chabuk Gujarat Desk: હાલ વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. પ્રેમી યુગલ આ અઠવાડિયાની ઉજવણી કરી રહ્યું છે. એવામાં વડોદરાની એમ.એસ યુનિવર્સિટીથી એક સમાચાર આવ્યા છે જેને લઈને યુનિવર્સિટી તંત્ર દોડતું થઈ ગયું છે.

અહીં યુનિવર્સિટીના લેટર હેડ જેવો જ એક લેટર વાયરલ થયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 7 ફેબ્રુઆરી પછી બોયફ્રેન્ડ નહીં હોય તેવી છોકરીઓને કોલેજમાં પ્રવેશ આપવામાં નહીં આવે. અલબત 7 ફેબ્રુઆરી પછી છોકરીઓને બોયફ્રેન્ડ હોવાની સાબિતી પણ આપવી પડશે. જે છોકરીઓ બોયફ્રેન્ડ હોવાની સાબિતી આપશે તેમને જ ક્લાસરૂમમાં પ્રવેશ મળશે.

લેટરમાં શું લખ્યું છે ?

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી છોકરીઓ માટે સર્ક્યૂલર. સૂચના છે કે, અત્રેથી દરેક કોલેજોને સુચિત કરવામાં આવે છે કે, 7 ફેબ્રુઆરી પછી દરેક છોકરીઓને સુરક્ષા હેતુથી ઓછામાં ઓછો એક બોયફ્રેન્ડ હોવો જરૂરી છે. સિંગલ ગર્લ (બોયફ્રેન્ડ ના હોય તેવી છોકરી)ને કોલેજ કેમ્પસમાં પ્રવેશ આપવો નહીં. છોકરીએ ક્લાસરૂમમાં પ્રવેશ પહેલાં પોતાને બોયફ્રેન્ડ છે તેવી સાબિતી આપવી પડશે.

વાયરલ થયેલો ફેક લેટર

ચર્ચાનો મુદ્દો બની વાયરલ સૂચના

આ લેટર હેડ વાયરલ થતાં સમગ્ર યુનિવર્સિટીમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. જો કે, હજુ સુધી લેટર હેડ પર આ કાવતરું કોણે કર્યું છે તે જાણી શકાયું નથી. મેસેજ વાયરલ થતાં યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરવી પડી હતી.

કેવી રીતે કોપી કરી ?

વાયરલ થયેલા લેટરહેડમાં જાન્યુઆરી મહિનાની 28 તારીખ છે. એટલે કે, ભેજાબાજે આ લેટરહેડ પર એડિટિંગ કરીને પોતાના શબ્દો ઉમેરી દીધા છે.

ટીખળખોર વિરુદ્ધ કડક કાર્યવાહી થશે

આ મુદ્દે એમ.એસ.યુનિવર્સિટીના રજિસ્ટાર ડૉ.કે.એમ.ચુડાસમાએ કહ્યું હતું કે, લેટરહેડનો ગેરકાયદે ઉપયોગ કરનારા આરોપીઓને છોડવામાં નહીં આવે સાથે તેમના પર કડક કાર્યવાહી કરીને એક દાખલો બેસાડાશે જેથી ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓ આવી હરકત કરતાં પહેલાં વિચાર કરે. રજિસ્ટારે આ મુદ્દે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવાની વાત પણ કહી હતી. સાથે જ આ સૂચના ફેક છે જેથી નાગરિકોને સોશિયલ મીડિયા પર ફોરવર્ડ કે પોસ્ટ ન કરવા પણ અપીલ કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments