Homeગામનાં ચોરેવડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં સવા કલાકના ભાષણમાં શું શું બોલ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં સવા કલાકના ભાષણમાં શું શું બોલ્યા

Team Chabuk National Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ રજૂ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સવા કલાક લાંબું ભાષણ આપ્યું. ભાષણમાં વડાપ્રધાને કોરોના મહામારીથી લઈને ખેડૂત આંદોલન જેવા તમામ મુદ્દાઓ પર વાત કરી. આવો જોઈએ વડાપ્રધાને રાજ્યસભામાં રજૂ કરેલા ભાષણના મુખ્ય મુદ્દાઓ.

  • રાષ્ટ્રપતિજીએ સંયુક્ત સદનમાં આપેલું ભાષણ પકડારજનક વિશ્વમાં એક નવી આશા જગાવનારું, નવો ઉમંગ પેદા કરનારું, આત્મનિર્ભર ભારતની રાહ દેખાડનારું અને નવો આત્મવિશ્વાસ પેદા કરનારું હતું. હું રાષ્ટ્રપતિજીનો દિલથી આભાર માનું છું.
  • રાષ્ટ્રપતિજીનું ભાષણ સાંભળવા માટે તમામ સદસ્યો હાજર રહ્યા હોત તો લોકતંત્રની ગરિમા વધી જાત. અને આપણને સૌને રંજ ન રહેત કે રાષ્ટ્રપતિજીનું ભાષણ સાંભળ્યું નહીં.
  • રાષ્ટ્રપતિના ભાષણમાં એટલી તાકાત હતી કે ન સાંભળવા છતાં તેના પર ઘણું બધું બોલી શક્યા.
  • ભારતના યુવા મન તરફ જોઈએ છીએ તો લાગે છે કે વિશ્વફલક પર ભારત એક અવસરોની ભૂમિ છે. અનેક અવસરો આપણી રાહ જોઈ રહ્યા છે. આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. ભારત પાસેથી અપેક્ષાઓ પણ છે. સમસ્યાઓનું સમાધાન ભારત કરી લેશે તેવો વિશ્વાસ પણ સૌને છે.
  • કોરોના મહામારીમાં એવી વેશ્વિક પરિસ્થિતિ ઉભી થઈ કે કોઈ કોઈની મદદ કરે એ અસંભવ બની ગયું. કોરોના મહામારીને લઈને ભારત અંગે સૌએ આશંકાઓ વ્યક્ત કરી હતી. જો કે હાલ વિશ્વમાં ચર્ચા થઈ રહી છે કે ભારતે માનવજાતને બચાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ લડાઈ જીતવાનો શ્રેય કોઈ સરકાર કે વ્યક્તિને નહીં પણ હિંદુસ્તાનને જાય છે.
  • વિરોધ કરવા માટે ઘણા મુદ્દા છે, વિરોધ કરવો પણ જોઈએ પરંતુ એવી વાતોમાં ન ફસાવ જે દેશના મનોબળને તોડે છે, દેશના સામર્થ્યને નીચો આંકે છે.
  • ટૂંકા સમયમાં વૈજ્ઞાનિકોએ મહેનત કરીને વેક્સિન બનાવી એ એક ગૌરવ ગાથા છે. કોરોનાએ દુનિયા સાથે ભારતના સંબંધોને એક નવી તાકાત આપી છે.
  • ભારતનો ઇતિહાસ લોકતાંત્રિક ઉદાહરણોથી ભરેલો છે. રાષ્ટ્રવાદ પર ચોતરફથી થઈ રહેલા હુમલાથી લોકોને અવગત કરાવવા જરૂરી છે. ભારતનો રાષ્ટ્રવાદ સત્યમ, શિવમ, સુંદરમથી પ્રેરિત છે.
  • ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે એવું સાંભળીને ગર્વ લઈએ છીએ પરંતુ યુવાપેઢીને આપણે એ કહ્યું નથી કે ભારત મધર ઓફ ડેમોક્રેસી છે. લોકતંત્રની જનની છે. આ વાત આવનારી પેઢીને આપણે શીખવવી પડશે.
  • ભારતમાં રેકોર્ડ બ્રેક રોકાણ થઈ રહ્યું છે. કોરોનાથી અનેક દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ છે ત્યારે દુનિયા ભારતના ડબલ આંકડાના ગ્રોથનું અનુમાન લગાવી રહી છે. એક તરફ નિરાશાનો માહોલ ચટે તે બીજી તરફ ભારતમાં આશાની કિરણ નજર આવી રહી છે.
  • ભારત મોબાઈલ ફોનના ઉત્પાદનમાં બીજો સૌથી મોટો દેશ બન્યો છે. ભારત દરેક ક્ષેત્રમાં પોતાની રક્ષા અને સામર્થ્ય માટે ઉભું છે. એરસ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકથી દુનિયાએ ભારતની ક્ષમતાને જોઈ છે.
  • મારી સરકાર ગરીબોનો પ્રાધાન્ય આપે છે. અને દેશને આગળ લઈ જવા માટે ગરીબીથી મુક્ત થવું જ પડશે.
  • સદનમાં ખેડૂત આંદોલનની ભરપૂર ચર્ચા થઈ છે. તમામ વાતો આંદોલનના સમર્થનમાં બોલવામાં આવી પરંતુ કઈ વાતને લઈને આંદોલન છે તેના પર સૌ મૌન રહ્યા.
  • દેશમાં એવા ખેડૂતોની સંખ્યા વધી રહી છે જેની પાસે ઓછી જમીન છે. ચૂંટણી આવતા જ ખેડૂતોની દેવામાફીનો કાર્યક્રમ થાય છે. આ કાર્યક્રમ ખેડૂતો માટે છે કે મત માટે એ સૌ કોઈ જાણે છે. જ્યારે દેવામાફી કરવામાં આવે છે ત્યારે નાનો ખેડૂત તેનાથી વંચિત રહે છે.
  • 2014 બાદ અમારી સરકારે ફસલ વીમા યોજના અને કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કરોડો રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કર્યા.
  • કોંગ્રેસ સહિત દરેક સરકારોએ કૃષિ સુધારની વકિલાત કરી છે. પરંતુ અત્યારે અચાનક રાજકીય પક્ષોએ યુ-ટર્ન લઈ લીધો છે. આંદોલનનું સમર્થન કરવું જરૂરી છે પરંતુ ખેડૂતોને સમજાવવા જોઈએ કે સમયની સાથે બદલાવ પણ જરૂરી છે. પરંતુ રાજનીતિ એટલી હાવી થઈ ગઈ છે કે પોતાના જ વિચારો છૂટી જાય છે.
  • રેકોર્ડ ઉત્પાદન છતાં ખેતી ક્ષેત્રમાં અનેક સમસ્યાઓ છે. પરંતુ સમસ્યાઓનું સમાધાન આપણે સૌએ મળીને કરવું પડશે. અને હવે સમય વધારે રાહ નહીં જુએ.
  • ખોટું હોય એ મારા ખાતામાં આવવા દો, સારું તમારા ખાતામાં જવા દો પરંતુ એકસાથે મળીને કામ કરીએ.
  • કૃષિ મંત્રી સતત ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે. સતત બેઠકો થઈ રહી છે. અમે આંદોલન કરી રહેલા લોકોને પણ કહીએ છીએ કે આંદોલન કરવું તમારો હક છે પરંતુ જે રીતે ત્યાં વૃદ્ધો બેઠાં છે તે ઠીક નથી. તમે તેઓને લઈ જાવ અને આંદોલન પૂર્ણ કરો. વાતચીતના રસ્તાઓ ખુલ્લા જ છે.
  • ખેતીને ખુશહાલ બનાવવા માટે નિર્ણયો લેવાનો આ સમય છે, અને આ સમયને ગુમાવવાનો નથી. આ કૃષિ સુધાર બિલને મોકો આપવો જોઈએ. અને એક વખત જોવું જોઈએ કે આ પરિવર્તનનો લાભ આપણને મળે છે કે નહીં. કોઈ ભૂલ હશે તો તેને ઠીક કરીશું. અને જો નબળાઈ હશે તો તેને મજબૂત કરીશું.
  • હું વિશ્વાસ આપું છું કે મંડી વધુ આધુનિક અને પ્રતિસ્પર્ધી બનશે. એટલું જ નહીં એમએસપી છે, એમએસપી હતું અને એમએસપી રહેશે.
  • ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌએ સાથે મળીને વિચારવું પડશે, રાજનીતિને છોડવી પડશે.
  • બુદ્ધિજીવી અને શ્રમજીવી આપણે સૌ સાંભળીએ છીએ પરંતુ છેલ્લા થોડા સમયથી દેશમાં આંદોલનજીવી જમાત પેદા થઈ છે. આ જમાત તમામ આંદોલનમાં નજર આવે છે. આવા લોકો આંદોલન વગર જીવી નીથી શકતાં. દેશ આંદોલનજીવી લોકોથી બચીને રહે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments