Team Chabuk-Gujarat Desk: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ફાલ્કોન ટ્રાવેલ્સની GJ 36 T 9997 નંબરની લક્ઝરી બસ ભડભડ સળગી ઉઠી હતી. આગનો બનાવ બનતા લોકો બૂમો પાડવા લાગ્યા હતા અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરો બચી ગયા હતા અને કોઈને નજીવી ઈજા સુદ્ધાં પણ પહોંચી નહોતી. જોકે આગના દૃશ્યો ભયાનક હતા. રોડની એક સાઈડમાં પાર્ક કરેલી બસની લપેટો ક્યાંક નજીકથી પસાર થઈ રહેલા વાહનને પોતાની ઝપેટમાં ન લઈ લે તેવો પણ ગણગણાટ વ્યાપી ગયો હતો.
સળગતી બસનો વીડિયો કેટલાક લોકોએ ઉતાર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આગની લપેટો એટલે મોટી હતી કે થોડીવારમાં આખી બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગ લાગવા પાછળનું કારણ શું તેની માહિતી નથી મળી. જોકે બસમાં આગ લાગવાની ઘટના સામે આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી.
ફાલ્કોન કંપનીની આ બસ અમદાવાદથી મુંબઈ જઈ રહી હોવાની માહિતી મળી છે. બસમાં વીસ જેટલા મુસાફરો હતા જેમનો આબાદ બચાવ થયો હતો. બસમાં આગ લાગતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બસમાં આગની ઘટના બનતા ડ્રાઈવર બસ છોડી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ તો બસમાં આગ લાગવા પાછળનું કયું કારણ છે તેની તપાસ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સુરતની એક બસમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 58 જેટલા મુસાફરો સવાર હતા. આ ઘટનામાં બસ ઝટકા મારીને બંધ થયા બાદ બ્લાસ્ટ થયો હતો.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર