Team Chabuk-National Desk: દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં છેલ્લા દોઢ વર્ષમાં સાત વાઘ અને એશિયાઈ સિંહો મૃત્યુ પામ્યા છે. મોટાભાગના સિંહ અને વાઘના મૃત્યુ પાછળનું કારણ કિડની ફેલ થવાથી થયું છે. દિલ્હીનું આ પ્રાણી સંગ્રહાલય એશિયાઈ સિંહો અને વાઘોના સંરક્ષણ અને પ્રજનનમાં ભાગીદાર છે, પરંતુ ગંગા ઉલટી વહી રહી છે. વાઘ અને સિંહની સંખ્યા ડબલ થવાની જગ્યાએ મોતથી ઘટી રહી છે.
આંકડાઓ જોઈએ તો, ચાર સિંહ અને ચાર વાઘના મૃત્યુ કિડની ફેલ થવાના કારણે થયા છે. દિલ્હી પ્રાણીસંગ્રહાલયની વર્ષ 2020-21ની વાર્ષિક રિપોર્ટ પ્રમાણે આ જાનવરો કિડનીની બિમારીથી પીડાઈ રહ્યા હતા. સંવર્ધન ઉપકરણ અને વ્યાયામની ઉણપના કારણે શરીર સ્થુળ થઈ ગયું હતું. આ સમસ્યા સામે લડવા માટે પ્રાણી સંગ્રહાલયના તંત્ર દ્વારા વિવિધ પ્રકારના ભોજન આપવામાં આવ્યા હતા. જે માટે બકરાના માંસ પર ભાર મૂકવામાં આવ્યું. સાથે જ બીમારીનું કારણ જાણવા માટે લોહીના નમૂના પણ લેવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ નવનિયુક્ત નિર્દેશક ધર્મદેવ રાયનું કહેવું છે કે આ મુદ્દાનું વિસ્તારપૂર્વક અધ્યયન કરવું જરૂરી છે. કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા જાનવરોના વંશ વિશે વધારે જાણવાનો પ્રયાસ કરવાની સાથે મોતના કારણની તપાસ કરવામાં આવશે.
પ્રાણી સંગ્રહાલયમાં 10 જાન્યુઆરીના રોજ આઠ વર્ષીય સિંહણ હેમાનું મોત થઈ ગયું હતું. હેમા અને અમન નામના સિંહને 2015માં પંજાબના છતબીર પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવ્યા હતા. અમન સિંહ ગત વર્ષે મે મહિનામાં કાર્ડિયેક અરેસ્ટના કારણે મોત પામ્યો. પ્રાણી સંગ્રહાલયમાં આ પહેલા સાત ઓક્ટોબર 2020ના રોજ અખિલા નામની 11 વર્ષીય સિંહણની મોત થઈ ગઈ હતી. અખિલા નવ વર્ષની હતી અને લકવાથી પીડિત હતી. આ ક્રમમાં 23 એપ્રિલ 2020ના રોજ કલ્પના નામની 13 વર્ષીય સફેદ વાઘણ પણ મૃત્યુ પામી. મૈસૂરના પ્રાણી સંગ્રહાલયમાંથી વર્ષ 2014માં દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવેલ રામાનું પણ મૃત્યુ 20 સપ્ટેમ્બર 2019ના રોજ થઈ ગયું. આઠ વર્ષીય રામાની મોત પાછળનું કારણ કિડની ફેલ હોવાનું સામે આવ્યું છે.
નિર્ભયા નામની છ વર્ષની સફેદ વાઘણ બે બચ્ચાઓને જન્મ આપ્યાના ચાર દિવસ બાદ 14 ડિસેમ્બર 2020ના રોજ મૃત્યુ પામી. નિર્ભયા પર સી-સેક્શન દરમિયાન એક બાળ વાઘ પણ મોતને ભેટ્યું હતું. બીજા બાળ વાઘનું 19 દિવસ બાદ મૃત્યુ થયું. 19 નવેમ્બર 2020ના રોજ એક 15 વર્ષીય વાઘ બિટ્ટુનું મોત થયું. 2014માં બિટ્ટુને ભોપાલના વન વિહાર પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવ્યો હતો. તેનું પણ કિડની ફેલ થવાથી નિધન થયું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત