Team Chabuk-Gujarat Desk: ભૂતકાળમાં ભારત દેશમાં અસંખ્ય વખત એવું બન્યું છે કે કોઈને લાખો રૂપિયાનું બિલ વીજ કંપનીએ પકડાવી દીધું હોય. બાદમાં ભૂલ થઈ ગઈ હતી, તપાસ કરીશું, જેવા વાકચાતુર્ય ભર્યાં નિવેદનો આપી વેરાયેલા વટાણા એકઠા કરી લે. પાડોશી રાજ્યોમાં આવી ઘટનાઓ ઘટતી હોય છે, પણ હવે રંગીલા રાજકોટમાં આવી એક ઘટના સામે આવી છે.
રાજકોટ શહેરના બેડીનાકા સબ ડિવિઝન હેઠળ આવતા રેસકોર્સ પાર્ક ફ્લેટ નંબર 68-201ના વીજગ્રાહક વાડોદરિયા જયંતભાઈ રસિકલાલને ત્યાં તારીખ પાંચના રોજ પીજીવીસીએલના કર્મચારીઓ મીટર રીડિંગ માટે આવ્યા હતા. જ્યારે તેમના હાથમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાનું બિલનું ફરફરિયું આવ્યું તો તેમની આંખો ફાટીની ફાટી રહી ગઈ. તેમને હતું કે બિલ રાબેતા મુજબ હજાર રૂપિયા જેટલું આવશે, પરંતુ આ વખતે બિલ કંઈ હજાર બે હજાર નહીં, પણ લાખ રૂપિયા આવ્યું હતું. અને એ પણ દસ લાખ રૂપિયા. નીચે લખેલું હતું 15 માર્ચ સુધીમાં બિલની રકમ ભરપાઈ કરી દેવી.
આશ્ચર્યની વાત એ છે કે 1BHK ફ્લેટમાં રહેતા વ્યક્તિને કેવી રીતે આટલું બિલ આવે? પશ્ચિમ ગુજરાત વીજકંપનીએ તાજેતરમાં જ ગેરરીતિ આચરી કૌભાંડો કરતા અને મીટર રીડિંગ પેન્ડિંગ રાખી દેતા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે અને હવે વીજકંપનીના જ માણસો મીટર રીડિંગ કરી રહ્યા છે. પણ લાગે છે તેમણે પણ મોટો લોચો મારી દીધો છે. 10.41 લાખ રૂપિયા બીલની રકમ સાંભળી વીજગ્રાહકના તો ભવા ઊંચા થઈ જ ગયા હતા પણ આસપાસના લોકો પણ ચકિત્ત થઈ ગયા હતા. હવે આ વાંચ્યા પછી તમારી પણ આંખો વિસ્ફારિત થઈ જ ગઈ હશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત