Homeગામનાં ચોરેલગ્નના થોડા કલાક પહેલાં જ અકસ્માત, વરરાજાની જગ્યાએ કન્યા પાસે તેના મૃત્યુના...

લગ્નના થોડા કલાક પહેલાં જ અકસ્માત, વરરાજાની જગ્યાએ કન્યા પાસે તેના મૃત્યુના સમાચાર પહોંચ્યા !

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના ધારમાં બે પરિવાર માટે લગ્નનો દિવસ જ માતમનો દિવસ બની ગયો. ધારમાં માર્ગ અકસ્માતમાં એક વરરાજાનું મોત થયું. અકસ્માતના થોડા કલાકો બાદ તેના લગ્ન થવાના હતા. કન્યા પક્ષ જાનની રાહ જોઈ રહ્યો હતો જો કે, જાનની જગ્યાએ તેમની પાસે વરરાજાના મોતના સમાચાર પહોંચ્યા જેને લઈને મંડપમાં રડવાના અવાજની ચિચિયારી સંભળાવા લાગી.

આ દુર્ઘટના ધારના ફુલગાંવડી પાસે બની હતી, જ્યાં વરરાજાની કાર ડિવાઈડર સાથે અથડાઈને ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત વરરાજાને સારવાર માટે ઈન્દોર લઈ જવાયો પરંતુ ત્યાં સુધીમાં બહું મોડું થઈ ગયું હતું. વરરાજાના શ્વાસ બંધ થઈ ગયા હતા.

બડવાની જિલ્લાના ટિટગારિયા (ખેડા) ગામના રહેવાસી રિતેશના લગ્ન લાબરિયા ગામની જ્યોતિ સાથે નક્કી થયા હતા. રિતેશ જાન લઈને લાબરિયા જઈ રહ્યો હતો પરંતુ લગ્નસ્થળથી 28 કિલોમીટર પહેલા ઈન્દોર-અમદાવાદ ફોરલેન પર ફુલગાંવડી ગામ પાસે આ દુર્ઘટના બની હતી.

પ્રત્યક્ષદર્શિઓએ કહ્યું કે, ડિવાઈડર સાથે અથડાતા આશરે 15 ફૂટ ઉછળીને ખેતરમાં પડી હતી. કારમાં વરરાજા સાથે 5 લોકો સવાર હતા. જેમાંથી વરરાજા અને તેનો પિતરાઈ ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. વરારાજના ભાઈને પણ હોસ્પિટલ લઈ જવાયો હતો જો કે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ ઉપરાંત અન્ય લોકોની હાલત હાલ સ્થિર છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ડ્રાઈવરને ઝોકું આવતા અકસ્માત સર્જાયો હતો. ઝોકું આવતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારની ગતિ વધારે હોવાથી કાર ઉછળીને બાજુના ખેતરમાં પડી હતી. જેના પગલે કારનો પણ બૂકકો બોલી ગયો હતો. કારની સ્થિતિ પરથી જ અંદાજો લગાવી શકાય છે કે અંકસ્માત કેટલો ગંભીર હશે. બીજી તરફ કારમાં લટકી રહેલો વરરાજાનો હાર આ દ્રશ્યોને વધુ હ્રદયદ્રાવક બનાવી રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments