Homeદે ઘુમા કેવેસ્ટ ઈન્ડિઝના સ્ફોટક બેટ્સમેન કેરોન પોલાર્ડે લીધી નિવૃત્તિ

વેસ્ટ ઈન્ડિઝના સ્ફોટક બેટ્સમેન કેરોન પોલાર્ડે લીધી નિવૃત્તિ

Team Chabuk-Sports Desk: વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતાં કેરોન પોલાર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ગઈકાલે 20 એપ્રિલના રોજ કેરોન પોલાર્ડે ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ શેર કરી નિવૃતિની જાહેરાત કરી છે. 

વિસ્ફોટક બેટ્સમેન તરીકે જાણીતા 34 વર્ષીય કેરોન પોલાર્ડે વેસ્ટ ઇન્ડિઝ તરફથી 123 વન-ડે મેચ રમી છે જેમાં તેણે 2706 રન બનાવ્યા છે  અને 55 વિકેટ ખેરવી છે. જ્યારે 101 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે 1569 રન અને 42 વિકેટ છે. આ ઉપરાંત કેરોન પોલાર્ડે અનેક ડોમેસ્ટીક લીગ મેચોમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

કેરોન પોલાર્ડે પોતાના રિટાયરમેન્ટ મેસેજમાં લખ્યું કે એક લાંબા વિચારવિમર્શ બાદ મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય કર્યો છે. અનેક યુવાઓની જેમ મારું સ્વપ્ન પણ વેસ્ટ ઇન્ડિઝ ટીમ તરફથી રમવાનું હતું. હું ગર્વથી કહું છું કે મે 15 વર્ષ સુધી વેસ્ટ ઇન્ડિઝ તરફથી ટી-20 અને વન-ડે ક્રિકેટ રમી છે.

કેરોન પોલાર્ડે વેસ્ટ ઇન્ડિઝ તરફથી વર્ષ 2007માં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે વર્ષ 2022 ફેબ્રુઆરીમાં ભારત વિરુદ્ધ પોતાની અંતિમ વન-ડે મેચ રમી હતી. જ્યારે ટી-20 ઇન્ટરનેશનલની વાત કરીએ તો પોલાર્ડે વર્ષ 2008માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાનું ડેબ્યૂ કર્યું હતું અને કોલકત્તામાં  2022માં ભારત વિરુદ્ધ અંતિમ ટી-20 મેચ રમી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments