Homeગુર્જર નગરીપોર્ન વીડિયો જોવાની ના પાડતા પતિએ પત્નીને જીવતી સળગાવી, આ હચમચાવતી ઘટના...

પોર્ન વીડિયો જોવાની ના પાડતા પતિએ પત્નીને જીવતી સળગાવી, આ હચમચાવતી ઘટના વિશે જાણી ચોંકી જશો

Team Chabuk-Gujarat Desk: સુરતમાં અશ્લિલ વીડિયો જોવાને લઇને પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના કતારગામમાં ધ્રુવતારક સોસાયટીમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. કિશોર પટેલ અને કાજલ મિશ્રાના એક વર્ષ પહેલા લગ્ન જ થયા હતા. કતારગામ વિસ્તારની ધ્રુવતારક સોસાયટીમાં પતિ દ્વારા જોવાતા અશ્લીલ વીડિયો પત્નીના મોતનું કારણ બન્યો છે. પતિ-પત્ની વચ્ચે અશ્લીલ વીડિયોને કારણે થયેલા ઝઘડામાં પતિએ પત્નીને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દીધી હતી. પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

કિશોર રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની રહેવાસી હતી. અશ્લીલ વીડિયો બંને વચ્ચે ઝઘડાનું કારણ બન્યા હતા. પતિ કિશોર રાત્રે મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતો હતો જેના કારણે ઝઘડો થતો હતો. ચોક બજાર પોલીસે આરોપી પતિ કિશોરની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

કતારગામમાં ધ્રુવતારક સોસાયટી ખાતે રહેતા કાજલ કિશોરભાઇ પટેલ (ઉ.વ.25)ને ગઈકાલે બપોરે ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં પતિ કિશોર સ્મીમેર હોસ્પિટલ લઇ ગયો હતો. સ્મીમેરમાં પત્નીએ ખુદ જ્વલનશીલ પદાર્થ છાંટ્યું હોવાનું પતિ કિશોરે લખાવ્યું હતું.

પોલીસે હોસ્પિટલ પહોંચી કાજલબેનનું નિવેદન લેતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૂળ મુંબઇની વતની કાજલે 10 માસ પહેલાં બનાસકાંઠા-પાલનપુરના કિશોર સાથે લગ્ન કર્યાં હતાં. પતિ-પત્ની વચ્ચે વારંવાર નાની-નાની બાબતે ઝઘડા થતા હતા. રિસાઇને કાજલબેન બે વખત પિયર પણ રહેવા ચાલ્યાં ગયાં હતાં.

પતિ-પત્ની વચ્ચે રસોઇ બાબતે તકરાર થઇ હતી. ત્યારબાદ રાત્રે શરીર સંબંધ બાંધવા બાબતે પણ તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. પતિ કિશોરને રાત્રે અશ્લીલ વીડિયો જોતા કાજલે અટકાવ્યો હતો. સોમવારે સવારે કાજલબેનને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. પતિને દવાખાને લઇ જવાની વાત કરી તો તેણે ઝઘડો કરી બાથરૂમમાં પડેલું જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી. ચોકબજાર પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિ કિશોરની ધરપકડ કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments