Homeદે ઘુમા કેભારત સામે વનડે સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર બેટ્સમેનને...

ભારત સામે વનડે સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર બેટ્સમેનને થઈ ઈજા

Team Chabuk-Sports Desk: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર મેક્સવેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિક્ટોરિયા અને મેલબર્નની વચ્ચે રમાયેલ મેચ દરમિયાન મેક્સવેલને ઈજા પહોંચી હતી. આ ઈજા બાદ તેને મેદાન છોડીને બહાર જવુ પડ્યુ હતું. હવે એવુ માનવામાં આવે છે કે ભારત વિરુદ્ધ ત્રણ મેચની વન-ડે શ્રેણીમાંથી પણ તે બહાર થઇ શકે છે.

મેક્સવેલે ચાલુ મેચમાં સ્લિપમાં કેચ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં ઈજા થઇ હતી. બાદમાં ગ્લેન મેક્સવેલને મેદાનમાંથી બહાર જવુ પડ્યુ હતું. જ્યારે વિક્ટોરિયન ટીમ બેટીંગ કરવા આવી તો ગ્લેન મેક્સવેલ બેટીંગ કરવા ન ઉતર્યો. જો કે, મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઓસ્ટ્રેલિયન ટીમ માટે સારા સમાચાર છે કે ગ્લેન મેક્સવેલને ઈજા થયા બાદ ફ્રેક્ચર થયુ નથી. ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામે ત્રણ વનડે મેચની શ્રેણી રમશે. જો ગ્લેન મેક્સવેલ ભારત સામેની વન-ડે સીરીઝમાં ટીમમાં ના જોડાય તો કાંગારૂ ટીમ માટે આ મોટો ઝટકો હશે.

ઉલ્લેખનીય છે કે ગ્લેન મેક્સવેલ ઈજાના કારણે બિગ બેશ લીગનો ભાગ ન હતો. ગ્લેન મેક્સવેલના પગમાં ઈજા થઇ છે. જેના કારણે તેઓ છેલ્લાં લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે, પરંતુ એવુ મનાઈ રહ્યું હતુ કે ભારત સામેની વન-ડે સીરીઝથી તેઓ વાપસી કરશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments