Homeગુર્જર નગરીદિવાળીના તહેવારમાં બે કલાક જ ફટાકડા ફોડવાની મંજૂરી, રાજ્ય સરકારે બહાર પાડ્યું...

દિવાળીના તહેવારમાં બે કલાક જ ફટાકડા ફોડવાની મંજૂરી, રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું

Team Chabuk-Gujarat Desk: દિવાળીના તહેવાર પૂર્વે રાજ્ય સરકારે દ્વારા સુપ્રીમ કોર્ટના હુકમ બાદ ફટાકડા ફોડવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામામાં ફટાકડા કેટલો સમય ફોડવા, ફટાકડાનું વેચાણ કોણ કરી શકશે સહિતના મુદ્દે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ જાહેરનામામાં વિદેશથી ફટાકડાની આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ તથા ફટાકડા ફોડવાના સમય અંગે જાણકારી આપવામાં આવી છે.

લાઇસન્સ ધારક વેપારીઓ વેચી શકશે ફટાકડા

ગુજરાત સરકાર દ્વારા બહાર પડાયેલા જાહેરનામા પ્રમાણે ગ્રીન તથા માન્યતાપ્રાપ્ત ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરવાની જ પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડા અને વેચાણ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે માત્ર લાઇસન્સ ધારક વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે. હંગામી ફટાકડા લાયસન્સ મેળવેલ ન હોય તેવા વેન્ડર, લારી-ગલ્લા, ટેમ્પરેરી શેડ બાંધી ફટાકડાનું વેચાણ કરનાર સામે પગલાં ભરવામાં આવશે.

બે કલાક ફટાકડા ફોડવાની મંજૂરી

ઈ-કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. એટલે કે બે કલાકના સમયગાળામાં જ ફટાકડા ફોડવાની મંજૂરી અપાઈ છે. જ્યારે બેસતા વર્ષના દિવસે અને ક્રિસમસના દિવસે રાત્રે 11.55 કલાકથી 12.30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments