Team Chabuk-Sports Desk: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુરો કપમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કોકા કોલાની બોટલને સાઈડમાં રાખી કોકા કોલાની કમાણીને પાતાળમાં પહોંચાડી દીધી હતી. શેરબજારમાં પણ કંપનીને મોટી લપડાક મળી હતી. એક તો કોરોના મહામારી ઉપરથી રોનાલ્ડોની હરકતના કારણે અર્થવ્યવસ્થામાં કડાકા ભડાકા બોલી ગયા હતા.
એ પછી કોઈ પણ પ્રેસ કોન્ફરન્સમાં, કોઈ પણ રમતના ખેલાડી આગળ કોકા કોલાની બોટલ પડી હોય, તો લોકોનું ધ્યાન ખેલાડી તેને હટાવે છે કે નહીં તેના પર જ ટકેલું રહેતું હતું. ક્રિકેટમાં આવો પ્રથમ દાખલો ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડભાઈ વોર્નર બેસાડવા ગયા અને તેમનાથી ન થઈ શક્યું.
ડેવિડ વોર્નરની સામે કોકા કોલાની બે બોટલ રાખવામાં આવી હતી. તેણે બંને બોટલ ત્યાંથી હટાવી દીધી. પણ તેમની સામે બેઠેલા આઈસીસીના અધિકારીએ તેમને આવું ન કરવાનું કહ્યું. વોર્નરે આ સમયે કહ્યું, મારે આ નથી રાખવી, જો આ રોનાલ્ડો માટે સાચી છે તો મારા માટે પણ ઠીક જ છે.
— Hassam (@Nasha_e_cricket) October 28, 2021
જણાવી દઈએ કે મેચમાં ડેવિડ વોર્નર જબરદસ્ત પ્રદર્શન કરી ફોર્મમાં પરત ફર્યો હતો. આઈપીએલમાં ડેવિડ વોર્નરનું બેટ શાંત થઈ ગયું હતું પણ વિશ્વકપમાં તેણે 65 રનની મહત્વની ઈનિંગ રમી ટીમને વિજય અપાવ્યો હતો.
વિશ્વકપના 22માં મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટથી પરાજય આપ્યો હતો. ટોસ હારી પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી શ્રીલંકાની ટીમે 6 વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા હતા. ટીમના ખેલાડીઓને સ્ટાર્ટ સારું મળ્યું પણ તેઓ તેને મોટા સ્કોરમાં તબ્દિલ નહોતા કરી શક્યા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ જમ્પા, મિચેલ સ્ટાર્કે અને પેટ કમિન્સે બે બે વિકેટ લીધી. 155 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 17 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર જીત પ્રાપ્ત કરી લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત