Homeસાહિત્યસ્ટીફન કિંગ શાઈનિંગ નવલકથા લખતા પહેલા જે હોટલમાં રોકાયા તેમાં સાચેક તેમની...

સ્ટીફન કિંગ શાઈનિંગ નવલકથા લખતા પહેલા જે હોટલમાં રોકાયા તેમાં સાચેક તેમની પત્ની અને તેઓ પોતે એમ બે જ લોકો હતા

Team Chabuk-Literature Desk: શાઈનિંગ લખાઈ એ પહેલા કિંગ એક મોટું નામ બની ચૂક્યા હતા. કેરી અને સાલેમ નવલકથા પ્રસિદ્ધ થઈ ચૂકી હતી. આ બંને નવલકથાઓની પૃષ્ઠભૂમિ મેઈન નામનું નાનકડું નગર હતું. ત્રીજી નવલકથાની શરુઆત કરતાં પહેલા કિંગ હવે આ નગરમાંથી નગરવટો ઈચ્છતા હતા. હવે પછી નવલકથાનું લોકેશન શું હોય શકે આ માટે તેમણે અમેરિકાનો નકશો લીધો અને તેને રસોડાના પ્લેટફોર્મ પર પાથરી દીધો. એક બાળકની જેમ તેઓ રેન્ડમ જગ્યા પર આંગળી મૂકવા ઈચ્છતાં હતાં. આંખ મીંચી જ્યાં તેમણે આંગળી મૂકી એ સ્થળનું નામ કોલારાડો હતું. કિંગ આ શિશુ પ્રવૃતિથી એટલા ગુસ્સે ભરાયા કે બાદમાં તેમણે કોઈ પણ નવલકથાનું લોકેશન આ રીતે પસંદ ન કરવાનું નક્કી કરી લીધું. પણ મક્કમતા કોને કહેવાય? આને જ તો કહેવાય. જે નક્કી કર્યું એ કરવાનું જ. કિંગને કોલારોડો શહેરથી આભડછેટ હોવા છતાં એ ત્યાં હ્રદય પર પથ્થર મૂકીને ગયા.

advertisement-1

અમેરિકાના કોલારાડોમાં ઈસ્ટેસ પાર્ક નામની એક હોટલ આવેલી છે. સપ્ટેમ્બર 1974ની સાલમાં સ્ટીફન કિંગ પત્ની તબીથાની સાથે ત્યાં રોકાવા ગયાં હતાં. કિંગે તે હોટલને પોતાના વિચારોમાં અને વક્તવ્યોમાં ‘ગ્રાન્ડ ઓલ્ડ હોટલ’ તરીકે ઓળખાવી છે. આ હોટલના રૂમ નંબર 217માં કિંગનો ઉતારો હતો. કિંગે પોતાના વક્તવ્યમાં એ પણ કહ્યું છે કે, ‘આટલી વિશાળકાય હોટલમાં ફક્ત તે અને તેની પત્ની બે જ હતા. આગામી દિવસથી શિયાળાની શરૂઆત થતી હોવાથી હોટલ બંધ થવાની હતી.’

rps-baby-world-1

કિંગને આ હોટલ વિશે વધારે જાણવાની ઉત્સુકતા થઈ ગઈ. કિંગે હોટલમાં ચાલતા ચાલતા પોતાના ભેજામાં એક કાલ્પનિક વાર્તા ઘડવા માંડી, ‘જેમ કે આ હોટલ કોઈ ભૂતવાર્તા માટેનું ઉચિત સ્થળ છે. મને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં મારો ત્રણ વર્ષનો પુત્ર કોરિડોરમાં દોડી રહ્યો છે. તે ફરી ફરીને તેના ખભા પાછળથી નજર ફેંક્યા કરે છે. તેની આંખો વિસ્ફારીત થઈ ગઈ છે. તેનો કોઈ પીછો કરી રહ્યું છે. એક જબરદસ્ત આંચકા સાથે હું પથારીમાંથી બેઠો થાઉં છું. મારા આખા શરીરે પરસેવો વળી ગયો છે.’

rps-baby-world-1

કિંગની આ નવલકથા બાદમાં શાઈનિંગ તરીકે ઓળખાઈ. જેને પડદા પર સ્ટેનલી ક્રૂબીકે ઉતારી હતી. ફિલ્મની પટકથા લખવા માટે કિંગ બજારમાંથી પટકથા લખતા શીખવાનું એક પુસ્તક લાવેલા અને શાઈનિંગનો સ્ક્રિનપ્લે લખેલો, જે સ્ટેનલી ક્રૂબિકે એક જ ઝાટકે રિજેક્ટ કરી દીધેલો અને પાછળથી દિગ્દર્શક સ્ટેનલી ક્રૂબિક અને પુલિત્ઝર પ્રાઈઝ માટે નામાંકિત થનારી લેખિકા ડાયેના જ્હોન્સને લખેલો. કિંગે પોતાના ઈન્ટરવ્યૂમાં આ ઘટનાને ‘અનધર રિજેક્શન..’ કહી વર્ણવી છે. નવલકથા લખવી હજુ પણ સરળ છે પણ પટકથા લખવી ખૂબ આકરી છે.

advertisement-1

ખૂબ ઓછા લોકોને ખ્યાલ હશે કે શાઈનિંગ નવલકથા પરથી જે ફિલ્મ બની તે દર્શકોને તો ખૂબ પસંદ આવી હતી. હોરરમાં ક્લાસિકનો દરજ્જો તેને સાંપડ્યો, જોકે કિંગને આજે પણ તે ફિલ્મ ભંગાર લાગે છે. આ ફિલ્મ સાથે સંકળાયેલો બીજો એક કિસ્સો એ છે કે જે હોટલમાં શૂટિંગ ઉતર્યું ત્યાં સાચેક ભૂત થતું હોવાનું લોકો માનવા લાગ્યા હતા. હોટલનો મેનેજર અને સ્થાનિક સરકાર તેને માનવમનની કલ્પના કહે છે. તે એ લોકો છે જે ફિલ્મ અને નવલકથા બંનેના અત્યાધિક સ્નેહમાં ગરકાવ થઈ ગયા છે અને ઈચ્છે છે કે આવું ખરેખર હોય!

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments