Homeગુર્જર નગરીતસવીરોમાં જુઓ ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓની જમાવટઃ પ્રથમ નોરતે રાજકોટના નોર્થ ઝોન...

તસવીરોમાં જુઓ ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓની જમાવટઃ પ્રથમ નોરતે રાજકોટના નોર્થ ઝોન નવરાત્રિમાં હજારો ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા

Team Chabuk-Gujarat Desk: નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યભરમાં અનેક જગ્યાએ નવરાત્રિ મહોત્સવના આયોજનો કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શહેરના ચાર ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેરના નોર્થ ઝોનમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ દ્વારા ભવ્ય આયોજન કરાયું છે. ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રિ મહોત્સવમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે પણ ઉપસ્થિત રહીને મા ખોડલની આરતી ઉતારી હતી.

આકર્ષક એન્ટ્રી ગેટ
બે વર્ષ બાદ નવરાત્રિ યોજાતા ખેલૈયાઓ ખુશખુશાલ
ખોડલધામ નોર્થઝોન નવરાત્રિ મહોત્સવ સ્થળે મા ખોડલની પ્રતિમાનું સ્થાપન કરાયું છે. દરરોજ મા ખોડલની આરતી કરવામાં આવી રહી છે.
લાઈટિંગ-એલઈડીથી સજ્જ વિશાળ સ્ટેજ, ખ્યાતનામ સિંગરો ખેલૈયાઓને ગરબે રમાડી રહ્યા છે.
પ્રથમ નોરતે નરેશભાઈ પટેલ નવરાત્રિ મહોત્સવમાં પધાર્યા હતા. આયોજકો દ્વારા નરેશભાઈનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
નરેશભાઈ પટેલે મા ખોડલની આરતીનો લ્હાવો લીધો હતો.

ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટવાળો નવો 150 ફૂટ રીંગ રોડ, કણકોટ રોડ કોર્નર, રાજકોટ ખાતે વિશાળ મેદાનમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ વર્ષે ગરબાના સ્પેશિયલ સીંગર તરીકે દેવ ભટ્ટ, હીના મીર, જય દવે, મીલન ગોહીલ (પ્રસ્તુત ઓરકેસ્ટ્રા મેગા સ્ટાર), આરીફ ચીના (ઉસ્તાદ, મ્યૂઝિક અને રિધમ), એન્કર તરીકે મીરા દોશી મણીયાર જોડાયા છે. દરરોજ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે રમી રહ્યા છે. ખેલૈયાઓએ પાસ મેળવવા માટે શ્રી ખોડલધામ કાર્યાલય નોર્થ ઝોન, રાજનગર ચોક, એસબીઆઈ બેંકની સામે, ગ્લોબલ હોસ્પિટલની બાજુમાં, રાજકોટ ખાતે મો.નં- 90999 99995 અથવા 97222 02222 પર સંપર્ક કરવો. આ ઉપરાંત નવરાત્રિ મહોત્સવના સ્થળ પરથી પણ પાસ મેળવી શકાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments