Homeગુર્જર નગરીરાજકોટઃ બેડી ચોકડી પાસે ટ્રક રિક્ષા પર ચઢી ગયો, રિક્ષાચાલકના મૃતદેહને ગાંસડીમાં...

રાજકોટઃ બેડી ચોકડી પાસે ટ્રક રિક્ષા પર ચઢી ગયો, રિક્ષાચાલકના મૃતદેહને ગાંસડીમાં લઈ જવો પડ્યો

Team Chabuk-Gujarat Desk: રાજકોટ મોરબી રોડ પર બેડી ચોકડી પાસે ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું. અકસ્માત એટલો ગંભીર હતો કે, રિક્ષાચાલકના મૃતદેહને ગાંસડીમાં બાંધીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા મજબૂર બનવું પડ્યું હતું.

બેડી ચોકડી પાસે ટ્રકના ચાલકે રિવર્સ લેતા સમયે એક રિક્ષા અડફેટે લીધી હતી. ટ્રકના પૈડાં રિક્ષા પર ફરી વળ્યા હતા અને રિક્ષા તેમજ રિક્ષાચાલક કચડાઈ ગયા હતા. અકસ્માતમાં રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બીજી તરફ અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

દુર્ઘટનાના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરાવ્યો હતો. તેમજ રિક્ષા નંબરને આધારે તેમજ સ્થાનિકોની મદદથી તપાસ કરી હતી. તપાસમાં મૃતક ભગવતીપરા શેરી.10માં રહેતા મહમદ આમદ ઠેબેપુત્રા (ઉં.વ.60) હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે મૃતકના પરિવારને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે આવ્યા હતા. જે દરમિયાન પરિવારજનોના આક્રંદથી રસ્તો ગૂંજી ઉઠ્યો હતો. પોલીસે જણાવ્યું કે, રિક્ષાચાલક બેડી ચોકડી બાજુ રિક્ષામાં ગેસ પૂરાવીને ઘર તરફ આવતા હતા. દરમિયાન સવારના સમયે સિગ્નલ પર ઉભા હતા ત્યારે અચાનક એક ડમ્પરે રિવર્સ લેતા અકસ્માત સર્જાયો હતો. રિક્ષાનો ભુક્કો થયો હતો જેના પગલે રિક્ષાચાલક રિક્ષામાં ફસાયા હતા. તેમના મૃતદેહને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ પરથી ડમ્પરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments