Homeદે ઘુમા કેઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમના આ સ્ટાર ક્રિકેટર પર લાગ્યો 17 વર્ષની સગીરા પર...

ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમના આ સ્ટાર ક્રિકેટર પર લાગ્યો 17 વર્ષની સગીરા પર દુષ્કર્મના આરોપ, ધરપકડ વોરંટ જાહેર, આરોપી ફરાર

Team Chabuk-Sports Desk:  રમત જગત માટે એક શર્મસાર કરતા સમાચાર સામે આવ્યા છે. એક ક્રિકેટર પર સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે અને તેના વિરૂદ્ધ ધરપકડ વોરંટ પણ ઈસ્યૂ થયું છે. જો કે, આ ખેલાડી હજુ સુધી તેના દેશમાં પરત નથી ફર્યો. દેશમાં પરત ફરતાં જ તેની ધરપકડ થઈ શકે  છે.  આરોપી ખેલાડીનું નામ છે સંદીપ લાછીમાને.

સંદીપ નેપાળ ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. જે હાલ ફરાર છે અને તેનું લોકેશન હજુ સુધી પોલીસને જાણવા નથી મળ્યું. બીજી તરફ સંદીપ લાછીમાનેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી પોતાને નિર્દોશ ગણાવ્યો છે.આ તરફ સંદીપની ધરપકડનો તખ્તો તૈયાર થઈ ગયો છે. નેપાળ પોલીસે સંદીપની ધરપકડ માટે ઈંટરપોલની મદદ લીધી છે. ઈંટરપોલે સંદીપ વિરૂદ્ધ ડિફ્યુઝન નોટિસ જાહેર કરી છે.

દુષ્કર્મની ફરિયાદ નોંધાતા જ સંદીપની મુશ્કેલી વધી છે. નેપાળ ક્રિકેટ સંઘે 8 સપ્ટેમ્બરે જ સંદીપને સસ્પેન્ડ કરી દીધો છે. સંદીપ  પર 17 વર્ષની સગીરા પર કાઠમંડુની એક હોટલમાં દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. સંદીપ વિરૂદ્ધ કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતુ. મહત્વનું છે કે, સંદીપ વેસ્ટઈન્ડિઝમાં કૈરેબિયન પ્રિમિયર લીગ રમી રહ્યો હતો પરંતુ ત્યાંથી પણ તે રવાના થઈ ગયો છે. જો કે, હાલ સંદીપ ક્યાં છે તે અંગે કંઈ જાણવા મળ્યું નથી.

સંદીપે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પોતાને બીમાર અને નિર્દોશ ગણાવ્યો છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે, મારા વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર થયું છે. જેના કારણે હું માનસિક રીતે પરેશાન છું. સમજાતું નથી કે શું કરવું અને શું ના કરવું. હું બીમાર છું જોકે, હવે તબિયતમાં સુધારો આવી રહ્યો છે. હું મારા વિરૂદ્ધમાં લાગેલા આરોપ સામે લડવા માટે તૈયાર છું અને ટૂંક સમયમાં જ વતન જવા માટે યોજના બનાવી રહ્યો છું. પોસ્ટમાં તેણે નેપાળના કાયદા વ્યવસ્થા પર ભરોસો જતાવ્યો છે અને લખ્યું છે કે, મને આશા છે કે, ન્યાય જરૂર મળશે.

મહત્વનું છે કે, સંદીપ લાછીમાને નેપાળનો સ્ટાર ક્રિકેટર છે. સંદીપ  જ નેપાળમાંથી એક એવો ખેલાડી છે જે દુનિયાભરમાં ક્રિકેટ લીગ રમી રહ્યો છે. સંદીપ IPLમાં રમનારો નેપાળનો પહેલો ખેલાડી પણ છે. આ ઉપરાંત તે ઓસ્ટ્રેલિયાની બિગ બૈશ લીગ, કૈરેબિયન પ્રિમિયર લીગ  તેમજ લંકા પ્રિમિયર લીગમાં રમી રહ્યો છે.

2018માં લેગ સ્પીનર સંદીપ લાછીમાને ક્રિકેટ જગતમાં જાણીતો બન્યો હતો જ્યારે તે પહેલીવાર IPL રમ્યો હતો. આ સમયે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. સંદીપને દિલ્હી ડેરડેવિલ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. સંદીપે IPLમાં 9 મેચ રમી જેમાં 13 વિકેટ ઝડપી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સંદીપે નેપાળની ટીમ માટે 44 ટી-20 મેચમાં 85 વિકેટ ઝડપી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments