Team Chabuk Sports Desk: ચેન્નઈમાં ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2021ના ખેલાડીઓની હરાજી થઈ. ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તે 16.25 કરોડ રૂપિયામાં વેચાયો. ક્રિસને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો. જ્યારે ગ્લેન મેક્સવેલ 14.25 કરોડ રૂપિયામાં ખરિદાયો. RCBએ મેક્સવેલને ખરીદ્યો. આ વખતે સચિનના પુત્ર અર્જુન તેંડુલકરને પણ સ્થાન મળ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સે તેને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. તો ગુજરાતના પાંચ ખેલાડીઓ આ વખતે IPLમાં જોવા મળશે
આ છે ખેલાડીઓ
1 ચેતન સાકરિયા, રાજસ્થાન રોયલ્સ
2 ચેતેશ્વર પૂજારા, ચેન્નઈ સુપર કિંગ્સ
3 રીપલ પટેલ, દિલ્હી કેપિટલ્સ
4 લુકમાન મેરીવાલા, દિલ્હી કેપિટલ્સ
5 શેલ્ડન જેક્શન, કલકત્તા નાઈટ રાઈડર્સ
આ પાંચની પલ્ટનમાં ભાવનગરના બે ખેલાડી સામેલ છે. જેમાં એક છે ચેતન સાકરિયા અને બીજો શેલ્ડન જેક્શન.
ચેતન સાકરિયા
નવા ગુજરાતી ખેલાડીઓમાં આ સૌથી મોંઘો ખેલાડી છે. ચેતન સાકરિયાનને રાજસ્થાનન રોયલ્સે 1.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ચેતન મૂળ ભાવનગરનો છે. તે એક ટેમ્પો ચાલકનો પુત્ર છે. મધ્યમવર્ગમાંથી આવતા ચેતનને આઈપીએલમાં મોકો મળતા ભાવનગરના ક્રિકેટ રસિકોએ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે બસ હવે આઈપીએલ શરૂ થાય તો અમે તેને દિગ્ગજ ખેલાડીઓ સાથે ટીવીમાં રમતો જોઈએ.
શેલ્ડન જેક્સન
શેલ્ડન જેક્સનને કલકત્તા નાઈટ રાઈડર્સે 20 લાખમાં ખરીદ્યો છે. શેલ્ડન પણ તાબડતોબ બેટિંગ માટે જાણીતો છે. ડોમેસ્ટિક ટી-20માં તેણે 59 મેચ રમી છે. જેમા તેણે 1059 રન ફટકાર્યા છે. શેલ્ડનના નામે 1 સદી અને 6 ફિફ્ટી છે.
ચેતેશ્વર પૂજારા
છ વર્ષ બાદ પૂજારાની ફરીથી આઈપીએલમાં એન્ટ્રી થઈ છે. પૂજારાને ચેન્નઈ સુપર કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. ચેન્નઈએ ચેતેશ્વરને તેની બેઝ પ્રાઈઝમાં જ ખરીદ્યો છે. જ્યારે પૂજારાનું નામ આવ્યું એટલે ચેન્નઈએ તેના પર પસંદગી ઉતારી હતી. ચેન્નઈએ પૂજારાને ખરીદતાંની સાથે જ તાળીઓ પડવા લાગી હતી. ઈન્ડિયર પ્રીમિયર લીગે પોતાના ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. પૂજારાએ IPLની 30 મેચ રમી છે. છેલ્લે તે 2014માં પંજાબ તરફથી રમતો જોવા મળ્યો હતો.
રીપલ પટેલ
રીપલ પટેલને દિલ્હી કેપિટલ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. રીપલ મૂળ ખેડાનો છે. તાજેતરમાં રમાયેલી સૈયદ મુસ્તાકઅલી ટ્રોફીમાં રીપલનું નામ તેની આક્રમક બેટિંગના કારણે ખૂબ ચર્ચામાં રહ્યું હતું. રીપલે છત્તીસગઠ સામે એક જ ઓવરમાં 30 રન ફટકાર્યા હતા.
લુકમાન મેરીવાલા
લુકમાન મેરીવાલાને પણ દિલ્હી કેપિટલ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. લુકમાન મૂળ વડોદરાનો છે. તે ડાબોડી પેસ બોલર છે. લુકમાન પણ સૈયદ મુસ્તાકઅલી ટ્રોફીમાં સારા પ્રદર્શનના કારણે ચર્ચામાં રહ્યો હતો. તેણે 8 મેચમાં કુલ 15 વિકેટ ઝડપી હતી.
અર્જુન તેંડુલકરનો હાથ મુંબઈએ પકડ્યો
મુંબઈ ઈન્ડિયન્સે બેઝ પ્રાઈઝ સાથે અર્જુનને પોતાની સાથે સામેલ કર્યો છે. અર્જુનનું નામ સાંભળતાની સાથે જ ટીમના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ જાહીર ખાને હાથ ઉપર કર્યો હતો જે બાદ હરાજી સભામાં થોડી વાર માટે લોકોના ચહેરા પર મંદ હાસ્ય સ્ફૂર્યું હતું. હરાજી કરનારા વ્યક્તિ પણ પોતાનું હાસ્ય રોકી શક્યા ન હતા.
અર્જુને પહેલીવાર IPL માટે પોતાનું નામાંકન કર્યું હતું. જો કે, હાલના સમયમાં અર્જુનનું પ્રદર્શન એટલું ખાસ નથી. અર્જુને સૈયદ મુસ્તાકઅલી ટ્રોફીમાં પણ ખુબ રન આપ્યા હતા. પરંતુ હરાજીના છેલ્લા તબક્કામાં મુંબઈની ટીમે અર્જુનની બેઝ પ્રાઈઝમાં તેને ખરીદ્યો હતો. અર્જુને અત્યાર સુધીમાં માત્ર 2 ટી-20 મેચ રમી છે જેમાં 2 વિકેટ લીધી છે.
હરાજી પૂરી થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સના સત્તાવાર ટ્વીટર હન્ડલ પરથી અર્જુન તેંડુલકરની તસવીર શેર કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, “ક્રિકેટ તેના લોહીમાં છે. નેટમાં પરીક્ષા લેવાઈ. હવે 22 ગજમાં તોફાન લાવવા માટે તૈયાર.”
સચિને પોતાની IPL કારકીર્દિમાં 78 મેચ રમી છે. જેમાં તેણે 2 હજાર 334 રન બનાવ્યા છે. સચિને પોતાની IPLની સફર 2008થી શરૂ કરી હતી અને 2013માં વિદાય લીધી હતી.
અર્જુનની ખરીદી બાદ કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી તો કેટલાક લોકોએ ખુશી વ્યક્ત કરી. મીમ દ્વારા લોકો પોતાની ભાવના સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
#IPL2021Auction
— Bhondu 🥺 ( Taken 💜 ) (@PrashKilller) February 18, 2021
Mumbai Indians Bought Arjun Tendulkar
Meanwhile all IPL fans :- pic.twitter.com/9cAxdwFVRd
Unsold players to Arjun Tendulkar when he is picked up by MI – #IPL2021Auction pic.twitter.com/tFPifc86ic
— Mannat (@thandrakhleyar) February 18, 2021
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત