Homeગુર્જર નગરીરાજકોટ-ગોંડલ હાઈવે પર અકસ્માતમાં પરિવારના પાંચ લોકોના ઘટના સ્થળે મોત, બે બાળકો...

રાજકોટ-ગોંડલ હાઈવે પર અકસ્માતમાં પરિવારના પાંચ લોકોના ઘટના સ્થળે મોત, બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Team Chabuk-Gujarat Desk: રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે (rajkot-gondal national highway) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. ગોંડલ નજીક ભોજપરા (bhojapara) અને બિલીયાળા (biliyala) વચ્ચે રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતાં કાર ડિવાઈડર કુદીને સામેની સાઈડમાં આવતી એસ.ટી. બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કુલ છ લોકોના મોત થયા છે.

લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો પટેલ પરિવાર

આ ગોઝારા અકસ્માતમાં સુરતના ગઢીયા પરિવારના પતિ-પત્ની અને પુત્ર સહિત 6 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. અકસ્માતમાં માત્ર 2 બાળકોનો જ બચાવ થયો છે. તેની હાલત પણ હાલ ગંભીર છે. જ્યારે 3 પુરુષ અને 3 મહિલાના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. અકસ્માતમાં 1 નાની છોકરી જેની આશરે ઉંમર 7 વર્ષ છે અને 1 નાનો છોકરો જેની ઉંમર અંદાજે 11 વર્ષ છે, આ બંન્ને બાળકોની હાલત હાલ ગંભીર છે. બંન્ને બાળકોને હાલ તો રાજકોટ હોસ્પિટલ ખાતે રિફર કરી દેવામાં આવ્યા છે. જો કે પરિવારનાં અન્ય છ લોકોનાં મોત નિપજ્યાં છે. જેના પગલે પરિવાર એક જ ધડાકે વિખેરાઇ ગયો છે. સુરતનો ગઢીયા પરિવાર બગસરાના મુંજીયાસર ગામે લગ્નપ્રસંગમાં જતો હતો. ત્યારે બિલાયાળા અને ભોજપરા વચ્ચે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. 

મૃતકના નામની યાદી

  1. અશ્વિનભાઈ ગોવિંદભાઈ ગઢીયા
  2. સોનલબેન અશ્વિનભાઈ ગઢીયા
  3. ધર્મિલભાઈ અશ્વિનભાઈ ગઢીયા
  4. શારદાબેન ગોવિંદભાઈ ગઢીયા
  5. પ્રફુલભાઈ બાંભરોલીયા
  6. ભાનુબેન બાંભરોલીયા

રાજકોટથી ગોંડલ તરફ જતી હતી કાર

મળતી માહિતી પ્રમાણે જીજે-05-સીક્યુ-4239 નંબરની કારનો અકસ્માત થયો છે. આ કાર રાજકોટથી ગોંડલ તરફ આવી રહી હતી. તે દરમિયાન બિલીયાળા અને ભોજપરા વચ્ચે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું અને કાર ફંગોળાઈને ડિવાઈડર ટપીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. ત્યારે સામેથી આવતી એસ.ટી. બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો અને લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. કારની ઉપરનો આખો ભાગ જ ઊડી ગયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. જ્યારે GJ-18-Z-4178 નંબરની એસ.ટી. બસના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. બસનો આગળનો કાચ તૂટી ગયો છે તેમજ આગળના ભાગનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો છે.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી હાઈવે પર દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માતના બનાવને લઈને 108 અને હાઇવે ઓથોરિટીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમજ 108 મારફત ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડાયા છે. મૃતકો અંગે વધુ વિગત મેળવવામાં આવી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments