Homeગુર્જર નગરીખેડાઃ કઠલાલમાં મોડી રાતે અકસ્માતમાં પાંચ લોકોના મોત, કાર પડીકું વળી ગઈ

ખેડાઃ કઠલાલમાં મોડી રાતે અકસ્માતમાં પાંચ લોકોના મોત, કાર પડીકું વળી ગઈ

Team Chabuk-Gujarat Desk: ખેડાના કઠલાલમાં (kheda) મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં (accident) પાંચ લોકોના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત પછી સ્વીફ્ટ કાર ઓળખાવા જેવી હાલતમાં પણ ન રહી. સ્વીફ્ટ કારનું પડીકું વળી ગયું હતું. આખી કારનો બૂકડો બોલી ગયો હતો. આ અત,માચમાં મૃત્યુ પામનારમાં બે વ્યક્તિ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બાબાજીપૂરા ગામના છે. જયારે  અન્ય બે મૃતકો અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ચેજરા અને વસવલિયાના વતની છે. 

કઠલાલ તાલુકાના પોરડા પાટીયા નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. કાર કપડવંજથી કઠલાલ તરફ આવી રહી હતી તે દરમિયાન પોરડા પાસે અકસ્માત સર્જાયો હતો. સ્વીફ્ટ કાર ટેન્કરને ઓવરટેક કરવા જતા અથડાઈ હતી, અને જોતજોતામાં કારના કુરચેકુરજા ઉડી ગયા હતા. ટેન્કર સાથે અથડાયા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી. 

જે કારમાં અકસ્માત સર્જાયો તેમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં કઠલાલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું પણ મોત નિપજ્યું હતું. આમ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોના મૃતદેહને કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા.

મૃતકોમાં બે વ્યક્તિ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બાબાજીપૂરા ગામના છે. જયારે અન્ય બે મૃતકો અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ચેજરા અને વસવલિયાના રહેવાસી છે. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments