Team Chabuk-Gujarat Desk: ગુજરાતની ચૌદમી વિધાનસભાના દસમાં સત્રમાં આજે નાણા મંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2022-23નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. પાંચ વર્ષ બાદ ગુજરાતના નવા નાણામંત્રી તરીકે કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. સપ્ટેમ્બર 2022માં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની નવી સરકારનું આ પ્રથમ બજેટ છે. આ બજેટમાં નાગરિકો માટે શું જાહેરાત કરવામાં આવશે તેના ઉપર સમગ્ર રાજ્યની નજર છે.
વજુ વાળાએ 18 વાર બજેટ રજૂ કર્યું
ગુજરાતની અંદર સૌથી વધુ વાર બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુ વાળાના નામે છે વજુ વાળાએ કેશુભાઈ પટેલના સરકારથી લઈને નરેન્દ્ર મોદીની સરકાર સુધી 18 બજેટ રજૂ કર્યું છે. વર્ષ 2003 થી લઈને 2012 સુધી સળંગ બજેટ રજૂ કર્યું છે.
સૌરભ પેટલ અને નીતિન પટેલ
અગાઉ સૌરભ પટેલે વર્ષ 2013, 2014, 2015 અને વર્ષ 2016માં બજેટ રજુ કર્યું હતું. તેમજ નીતિન પટેલે વર્ષ 2017, 2018, 2019, 2020 અને છેલ્લે 2021નું બજેટ રજૂ કર્યું હતું. વિજય રૂપાણીના નેતૃત્વની સરકારના તમામ મંત્રીઓને પડતા મુકાતા ભુપેન્દ્ર પટેલ સરકારના નાણા મંત્રી તરીકે કનુ દેસાઇ ગુજરાતનું વર્ષ 2022-23નુ બજેટ રજૂ કરશે.
અત્યાર સુધીનું સૌથી મોટી બજેટ હશે?
આગામી ડિસેમ્બર માસમાં ચૌદમી વિધાનસભા પૂર્ણ થવાની છે. એટલે કે ડિસેમ્બર પહેલા ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ જશે. ચૂંટણીને અનુલક્ષીને આ બજેટ ખેડૂતો, ગરીબો વગેરે માટે મોટી જાહેરાત કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. આ બજેટ ગત વર્ષના બજેટ કરતા વધુ હોવાની શક્યતા છે. કનુ દેસાઈ પ્રથમ વાર નાણા મંત્રી બન્યા છે ત્યારે આ બજેટ પર સૌ કોઈની નજર છે.
કનુભાઈ દેસાઈ વિશે
નામ: કનુભાઈ મોહનલાલ દેસાઈ
જન્મ તારીખ: 03 Feb 1951
જન્મ સ્થળ: ઉમરસાડી
અભ્યાસ: બી. કોમ., એલએલ. બી. (સ્પેશિયલ)
મત વિસ્તારનું નામ: પારડી
વ્યવસાય : નોકરી
સંસદીય કારકિર્દી: સભ્ય, તેરમી ગુજરાત વિધાનસભા, ર૦૧૨-૧૭
સામાજિક પ્રવૃત્તિઓ અને સહભાગીતા: કોષાધ્યક્ષ, (1) નોટિફાઈડ એરિયા જી. આઈ. ડી. સી., વાપી, ભારતીય જનતા પક્ષ, ૨૦૦૬-૦૯, (2) વલસાડ જિલ્લા ભા.જ.પ. ૨૦૦૯-૧૨. મહામંત્રી, વલસાડ જિલ્લા ભા.જ.પ., 2011-12. પ્રમુખ, વલસાડ જિલ્લા ભા.જ.પ., ૨૦૧૨થી. સભ્ય અને ટ્રસ્ટી, રોટરી ક્લબ, વાપી. ટ્રસ્ટી, (1) જ્ઞાનધામ ચેરિટેબલ ટ્રસ્ટ, વાપી, (2) જ્ઞાનધામ ચેરિટેબલ ટ્રસ્ટ, આહવા, (3) સાન્દ્રા શ્રોફ રોફેલ કોલેજ ફોર નર્સિંગ. ડાયરેક્ટર, વાપી ગ્રીન લિ., જી. આઈ. ડી. સી., વાપી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
