Team Chabuk-National Desk: આજે વિશ્વ વન્યજીવ દિવસ છે. કોરોનામાં માનવજાત ઘરમાં પૂરાતા વિશ્વના કેટલાક શહેરોમાં પ્રગાઢ શાંતિ જોઈ જાનવરો રોડ રસ્તા પર આવી ગયા હતા. મનુષ્યને આ વાતનું કૂતુહલ ભલે હોય પરંતુ જંગલો કાપી બનાવવામાં આવેલા વિશ્વના કેટલાક શહેરોને એ વાતની ભ્રાન્તિ થઈ હતી કે આપણે એમના શહેરમાં છીએ, એ આપણા શહેરમાં નથી.
હરિયાળી વધવાના કારણે રાજધાની દિલ્હીમાં હવે એ પશુ-પક્ષીઓ પણ પરત આવી રહ્યા છે જેઓ દાયકા પહેલા ગાયબ થઈ ગયા હતા. આજે દિલ્હીમાં જશો તો એક સમયે લુપ્ત થઈ ગયેલા સીબોલ્ડ સાપ, લેપર્ડ ગ્રેકો નામની ગરોળીની એક જાત, બગલાની એક પ્રજાતિ બ્લેક ક્રાઊન નાઈટ હેરોન જોવા મળી જશે.
70થી 100 વર્ષ પૂર્વે આ જાનવરો યમુના તટ પર બહુ મોટી સંખ્યામાં જોવા મળતા હતા. જોકે આબોહવા દુષિત થતા તેમનું અહીં રહેવું સંભવ નહોતું. હવે છેલ્લા ચાર પાંચ વર્ષથી તેમની ઘરવાપસી થઈ રહી છે. વન્યજીવ વિશેષજ્ઞો તેને દિલ્હી માટે સકારાત્મક સંકેત માની રહ્યા છે.
યમુના જૈવ વિવિધતા પાર્કના વૈજ્ઞાનિક ડો. ફૈયાઝ ખુદસરે જણાવ્યું હતું કે ક્યારેક દિલ્હીની આબોહવા સાફ હોવાના કારણે વર્તમાનમાં જ્યાં રિંગ રોડ છે ત્યાંથી યમુના નદી વહેતી હતી. તેના કિનારે પશુ પક્ષીઓનાં વૃંદો જામતા હતા. કેટલાય વર્ષોથી પૂર્વ રાજઘાટની પાસે બ્લેક ક્રાઊન નાઈટ હિરોન જોવા મળતો હતો, વર્ષો પસાર થતા ગયા અને વાતાવરણ દુષિત થતા તેમની પ્રજાતિ શહેરમાંથી લુપ્ત થઈ ગઈ. યમુના જૈવ વિવિધતા પાર્ક તરફથી પક્ષીઓને પુનર્સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. હવે તે યમુના જૈવ વિવિધતા પાર્કમાં જોવા મળે છે.
ડો. ફૈઝાઝે જણાવ્યું હતું કે 100 વર્ષ પહેલા દિલ્હીના યમુના ખાદર વિસ્તારમાં હરણની એક પ્રજાતિ પાઢા (હોગ ડિયર) જોવા મળતી હતી. એ સમયે તેની સંખ્યા પણ વધારે હતી. પરંતુ સમયની સાથે થયેલા પરિવર્તનમાં હોગ ડીયર લુપ્ત થતા ગયા અને બાદમાં તો જંગલમાં પણ નહોતા મળતા. જેને જોતા વન્યજીવ વિશેષજ્ઞોએ પ્રયાસ કર્યાં તો તેમને પુનર્સ્થાપિત કરવામાં મદદ મળી. હવે દિલ્હીના જૈવ વિવિધતા પાર્કમાં હોગ ડીયર જોવા મળે છે.
દિલ્હીમાં 70 વર્ષ પહેલા કાદવની આસપાસ લોકોને સીબોલ્ડ સાપ જોવા મળતો હતો. આ સાપને બીજી રીતે ચીકણા પાણીના રૂપે પણ ઓળખવામાં આવે છે. તેમાં ઝેરની માત્રા ઓછી હોય છે. લોકો તેને જોઈ ડરી જતા હતા. જોકે બાદમાં લોકોની વધતી વસતિ અને બદલતા પરિવેશના કારણે સાપની આ પ્રજાતિ પણ લુપ્ત થઈ ગઈ. હવે તેની સંખ્યા વધારવાના કામમાં દિલ્હીના વૈજ્ઞાનિકો જોતરાયેલા છે.
અરાવલી પાર્ક અને તિલપત વેલી જૈવ વિવિધતા પાર્કમાં હવે રાતના શિયાળનું રુદન પણ સાંભળવા મળી જાય છે. પર્યાવરણ વિશેષજ્ઞોની ટીમ તરફથી સંખ્યા વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખુલ્લા જંગલ સિવાય પ્રાણી સંગ્રહાલયમાં પણ આ શિયાળ જોવા મળી જાય છે. જોકે દિલ્હીમાં જે શિયાળ છે તેને અન્ય રાજ્યમાંથી લાવવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
