Homeગામનાં ચોરેયુક્રેનનું આ શહેર રશિયાના કબ્જામાં આવી ગયું તો યુક્રેન દબાણમાં આવી જશે

યુક્રેનનું આ શહેર રશિયાના કબ્જામાં આવી ગયું તો યુક્રેન દબાણમાં આવી જશે

Team Chabuk-International Desk: રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધનું કેન્દ્રબિંદુ ખારકીવ બનેલું છે. રાજધાની કિવ કરતા વધારે હુમલા ખારકીવ પર થઈ રહ્યા છે. રશિયન સૈન્ય તેના પર કબ્જો જમાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ખારકીવમાં ભયંકર જંગ ચાલી રહી છે અને આ જ એ જગ્યા છે જ્યાં ભારતીય વિદ્યાર્થીનું પણ મોત થયું હતું. ભારતે બુધવારે એડવાઈઝરી જાહેર કરતા જણાવ્યું હતું કે ભારત ગમે તે ભોગે આ શહેરને છ વાગ્યા સુધીમાં છોડી દે. આખરે શા માટે રશિયન સૈન્ય ખારકીવ પર મસમોટા હુમલા કરી રહ્યું છે?

રશિયા યુક્રેન પર સતત હુમલાઓ કરી રહ્યું છે અને છેલ્લા સાત દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા યુક્રેનના ખારાકિવ જેવા મોટા શહેરોને નિશાન બનાવી રહી છે અને અહીં કેટલાય હુમલાઓની ખબર આવી ચૂકી છે. ખારકીવમાં કેટલાય સરકારી ભવનોને નિશાન બનાવવામાં આવ્યા છે. ખારકીવ યુક્રેનનું બીજું સૌથી મોટું શહેર છે. પ્રથમ સ્થાન પર યુક્રેનની રાજધાની કિવ છે. ઈતિહાસમાં પણ ખારકીવ મહત્વનું સ્થાન ધરાવે છે. ખારકીવ એટલું મહત્વનું છે કે સોવિયેત સંઘના સમયે આ પ્રથમ રાજધાની હતી. પણ બાદમાં યુક્રેને કિવને રાજધાની બનાવી દીધી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ આ શહેરે મહત્વની ભૂમિકા ભજવી હતી અને સોવિયેત સંઘ અને નાઝી જર્મન સૈન્યની વચ્ચેનું કેન્દ્ર બન્યું હતું.

ખારકીવમાં રશિયન લોકો મોટી સંખ્યામાં રહે છે અને તે રશિયાની સીમાથી વધારે દૂર નથી. યુદ્ધ પૂર્વે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે ખારકીવ અને તેની આસપાસના વિસ્તારોમાં કબ્જો જમાવતા રશિયાને વધારે બાવડાનું બળ નહીં વાપરવું પડે. પરંતુ થયું તેનાથી તદ્દન વિપરિત. યુક્રેનની સેનાએ રશિયન સૈનિકોને જબરદસ્ત ટક્કર આપી. ખારકીવ રશિયાની સીમાથી ચાલીસ કિલોમીટર દૂર છે. હંમેશાં સંસ્કૃતિ, કલા અને સંગીત માટે ખ્યાતનામ રહ્યું છે. કેટલીય મેડિકલ કોલેજ હોવાની સાથે સાથે અહીં આઈટી કંપનીઓ પણ છે. આ કારણે જ અહીં વિદેશી લોકોની સંખ્યા ખૂબ છે.

રશિયન સૈન્ય તરફથી ખારકીવને નિશાના પર લેવાના કેટલાય કારણો છે. પહેલા રશિયા કિવને ટાર્ગેટ બનાવી યુક્રેનમાં ઘુસ્યું હતું. જોકે એક અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધમાં રશિયાને કોઈ મોટી સફળતા પ્રાપ્ત નહોતી થઈ. રશિયા એક જ વાત પર અડગ છે કે જલ્દીથી તેમનું સૈન્ય યુક્રેનના એક મોટા શહેર પર કબ્જો જમાવી લે અને યુક્રેન પર દબાણ લાદે. રશિયન સૈન્ય કીવમાં નિષ્ફળ પૂરવાર થતા હવે ખારકીવ પર કબ્જો જમાવવા માટે પરસેવો પાડી રહ્યું છે. એટલે જ હવે રશિયન સૈન્ય ઝડપથી ખારકીવ તરફ વધી રહ્યું છે. અહીં મિસાઈલ હુમલાઓ પણ મોટી સંખ્યામાં થઈ રહ્યા છે.

એક કારણ એ પણ છે કે સોવિયેત સૈન્યને ખારકીવને કબ્જામાં લેવું સરળ લાગી રહ્યું છે. કારણ કે એ પૂર્વી યુક્રેનનો ભાગ છે. જ્યાં મોટી સંખ્યામાં રશિયન સમર્થકો રહે છે. એવામાં રશિયન સૈન્યને ત્યાંની જનતાનું પણ સમર્થન મળશે. સ્વતંત્ર યુક્રેન માટે થનારા પ્રથમ વિદ્રોહને એ સમયે સોવિયેત સેનાએ ખારકીવમાં જ કચડી નાખ્યું હતું. વર્ષ 1920થી 1934 સુધી યુક્રેની સોવિયત ગણરાજ્યની રાજધાની ખારકીવ રહી હતી. જેથી રશિયા માટે ખારકીવનું ખૂબ જ મહત્વ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments