Team Chabuk-Gujarat Desk: બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં રાજકોટનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં કેટલાક યુવકો બીઆરટીએસ રૂટ પર ઘોડેસવારી કરી સ્ટંટ કરી રહ્યા હતા. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને પાંચ શખ્સોની ઝડપી પાડ્યા છે. રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બીઆરટીએસ રૂટ પર કોઈપણ અન્ય વાહનચાલકોને ચાલવાની મનાઈ છે ત્યારે આ રૂટ પર આ શખ્સો ઘોડેસવારી કરી રહ્યા હતા. ઘોડેસવારી કરતાં આ શખ્સોનો વીડિયો વાઈરલ થયો હતો. વીડિયો વાઈરલ થતાં જ ગાંધીગ્રામ પોલીસ હરકતમાં આવી હતી અને વીડિયોમાં દેખાતા શખ્સોની શોધખોળ કરીને ગણતરીની કલાકોમાં જ એક સગીર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સની શોધખોળ ચાલુ છે.
સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં બે દિવસ પહેલા અયોધ્યા ચોકથી શિતલપાર્ક સુધીના બીઆરટીએસ રૂટ ઉપર છ ઘોડેસવાર શખ્સો ગેરકાયદે રીતે નીકળ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જે અંગે શહેર પોલીસ કમિશનર ખુરશીદ એહમદ તેમજ ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઇ દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફને કાર્યવાહી કરવા સૂચના આપતા પીઆઇ જે.ડી. ઝાલા અને સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

તપાસ દરમિયાન આ વીડિયોની વધુ પુષ્ટિ કરતા પીએસઆઇ જે.જી. રાણા અને સ્ટાફને વીડિયોમાં દેખાતા શખ્સો જામનગર રોડ ઉપર આવેલ પરાપીપળીયા તેમજ ખંઢેરી ગામના હોવાનું જાણવા મળતાં વધુ તપાસ દરમિયાન પોલીસે રાજ નિર્મળભાઇ શિયાળ (રહે. પરાપીપળિયા), કેતન સોનારા (રહે. ખંઢેરી), સત્યજીત જયેશ બાલાસરા (રહે. પરાપીપળિયા) અને સુરેશ નિર્મળ ડાંગર (રહે. પરાપીપળિયા) તેમજ એક સગીરની ઓળખ કરી ગણતરીની જ કલાકોમાં તેઓની ધરપકડ કરી લીધી હતી. વીડિયોમાં દેખાતો છઠ્ઠો શખ્સ પણ સગીર હોવાનું જાણવા મળ્યું હતું તેની પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
