Team Chabuk-gujarat Desk: ડોક્ટર ભીમરાવ આંબેડકરની 131મી જન્મ જયંતીની દેશભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી. કોઈ ફૂલહાર કર્યા, તો કોઈ રેલી યોજી તો કોઈએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરી બાબા સાહેબને યાદ કર્યા. પરંતુ અમદાવાદના વાડજમાં કંઈક અલગ જ રીતે કરાઈ ઉજવણી.
14 એપ્રિલ એટલે ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના મશીહા ગણાતા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી. દેશ આખામાં ઉજવણી કરી બાબ સાહેબ આંબેડકરને યાદ કરવામાં આવે છે. પરંતુ કેટલીક જગ્યાએ કરવામાં આવતી ઉજવણી બાકીનાઓ અલગ જ તરી આવે છે. આવી જ કંઈક વાડજમાં જોવા મળ્યું. જેને જોઈને તમે પણ કહેશો કે આ બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ છે.

200થી વધુ બાળકોએ લીધો ભાગ
ડોક્ટર બાબ આંબેડકરની 131મી જન્મ જયંતિએ જૂના વાડજ વિસ્તારમાં ડીવાઈન ભીમરાવ ગ્રુપે ખાસ આયોજન કર્યું હતું. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટકોનું આયોજન કરી બાબાસાહેબને યાદ કરવામાં આવ્યા. જેમાં વાડજ વિસ્તારમાં જ ચાલીમાં રહેતા 200થી વધુ બાળકો જોડાયા હતા. અને સામાજિક મુદ્દાઓ પર 3 નાટક અને 7 જેટલા ડાન્સ પર્ફોર્મન્સ રજૂ કર્યા હતા.
અમે તો બોલવાના ‘નાટક’માં
ચાલીમાં રહેતા ગરીબ દલિતોના જીવન ધોરણ પર અમે તો બોલવાના નાટક રજૂ કરવામાં આવ્યું. જેમાં દલિતોની સમસ્યા અને સંઘર્ષની ગાથા રજૂ કરાઈ હતી. તેની સાથે બંધનથી બંધારણ નાટકમાં દલિત એસ્ટ્રોસિટી, દલિત અસ્મિતા અને અસ્તિત્વ જેવા વિષયો રજૂ કરવામાં આવ્યા હતા.
મોંઘવારી પર પણ નાટક બન્યું
હાલ મોંઘવારીએ સામાન્ય લોકોનું જીવન હરામ કરી દિધું છે. ત્યારે બાબા સાહેબ આંબેડકરને યાદ કરીએ અને સામાન્ય લોકોને ભૂલ જવાઈ એ થોડું ચાલે. એટલા માટે અહીંના બાળકોએ એક ખાસ મોંઘવારી નાટક તૈયાર કર્યું. જેમાં નીચલા વર્ગના લોકોની મોંઘવારીમાં કેવી હાલત થઈ તેની સ્થિતિ વર્ણવી હતી.

નાના-નાના ભૂલકાઓના મોઢા પરનું સ્મિત જોઈને કદાચ બાબા સાહેબ પણ હાજર હોય તો તેમના ચહેરા પર અચૂક સ્મિત જોવા મળત. બાબા સાહેબના વિચારો અને સિદ્ધાતોને આ ભૂલકાઓ સચોટ રીતે રજૂ કરવાનો ખૂબ જ સારો પ્રયાસ કર્યો.
રાજકીય સપોર્ટ વગર સિદ્ધ કર્યું સપનું
ડીવાઈન ગ્રુપે બાબા સાહેબને સાચી રીતે શ્રદ્ધાજંલિ આપી તેમના વિચાર લોકો સુધી લઈ જવાનો સંકલ્પ કર્યો હતો. જેના માટે ખુબ જ ખર્ચ પણ થાય તેમ હતું. તેમ છતા આ યુવાનો હાર્યા વગર કોઈ જ નેતા કે મહાનુભાવોની સીધી મદદ વગર એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું. જેમાં સ્ટેજ પર કોઈ જ નેતા કે મહાનુભાવ નથી હોતા. હોય છે તો ભગવાનના સાચા રૂપ ગણાતા માસૂમો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત