Homeગુર્જર નગરીઆંબેડકર જયંતીના દિવસે રાજ્ય સરકારે અનસૂચિત જાતિના લોકો માટે લીધો મહત્વનો નિર્ણય

આંબેડકર જયંતીના દિવસે રાજ્ય સરકારે અનસૂચિત જાતિના લોકો માટે લીધો મહત્વનો નિર્ણય

Team Chabuk-Gujarat Desk: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમાર જણાવ્યું છે કે, રાજ્યના અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી, ઈબીસીના લાભાર્થીઓને સહાયરૂપ થવા માટે આજે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકારે મહત્વની ભેટ આપીને તેમને અપાતી સહાયની આવક મર્યાદામા નોધપાત્ર વધારો કરીને રૂપિયા છ લાખ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેનો અદાજે વધુ એક લાખ લોકોને લાભ મળશે.

મંત્રી પ્રદીપ પરમારે ઉમેર્યું હતું કે રાજ્યના અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી, ઈબીસીના વિદ્યાર્થીઓના સર્વાંગી અને આર્થિક વિકાસ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ વખતના અંદાજપત્રમાં પણ પૂરતા પ્રમાણમાં નાણાંકીય જોગવાઇઓ કરી છે ત્યારે આ વધારો આ વિધાર્થીઓને સહાયરૂપ થવામા મહત્વની ભૂમિકા અદા કરશે.

nios plate

રાજ્ય સરકારે લીધેલા મહત્ત્વના નિર્ણયની વિસ્તૃત વિગતો આપતાં મંત્રીએ કહ્યું હતું કે અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી, ઈબીસીની આવક મર્યાદામા વધારો કરવાથી રાજ્ય સરકાર ઉપર રૂપિયા ૫૦ કરોડનું વધારાનું ભારણ વિદ્યાર્થીઓ વતી ઉપાડશે. અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ૨.૫૦ લાખ અને લાભાથીઁઓ માટે આવક મર્યાદા પહેલા ગ્રામીણ વિસ્તાર માટે રૂપિયા ૧.૨૦ લાખ હતી જયારે શહેરી વિસ્તારમાં પહેલા ૧.૫૦ લાખ હતી. જેને ધ્યાને લઈને વઘુ વિદ્યાર્થીઓને અને લાભાર્થીઓને લાભ મળે એ માટે આવક મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો છે. જેનો ત્વરીત અમલ કરાશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments