Team Chabuk-Political Desk: પશ્ચિમ બંગાળની ત્રણ વિધાનસભા સીટો પર ગુરૂવારે વોટિંગ શરૂ થયું. સૌથી વધારે ચર્ચા ભવાનીપુર સીટની જ રહી કારણ કે ત્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી હતા. સાંજના પાંચ વાગ્યા સુધીમાં વોટિંગ 53.22 ટકા રહ્યું. નિષ્ણાતોનું વોટિંગ ટકાવારી પરથી મમતા બેનર્જી જીતશે તેવું કહેવું છે. વોટિંગ દરમ્યાન ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે આક્ષેપ લગાવ્યો હતો કે, ટીએમસી પાંનસો પાંનસો રૂપિયામાં મતદારોને ખરીદી રહ્યું છે. તેમણે આની ફરિયાદ પણ કરી હતી. એક પોલિંગ બુથની બહાર નકલી વોટર પણ પકડી લેવામાં આવ્યો હતો. પૂછતાછ કરતા તે ભાગી ગયો હતો.

ભવાનીપુરનો ઈતિહાસ કહે છે કે અહીં વોટિંગ ઓછું થાય છે. 2011માં અહીં 63.78 ટકા, 2016માં 66.68 ટકા અને 2021માં 61.30 ટકા વોટિંગ થયું છે. ત્રણે ચૂંટણીમાં ટીએમસીની જીત થઈ છે. પેટાચૂંટણી હોવાના કારણે પણ સામાન્ય લોકોને મતદાનમાં રસ નથી. પણ ઈતિહાસમાં ટીએમસીની ત્રણ જીત જોતા પ્રાથમિક દૃષ્ટીએ લાગી રહ્યું છે કે, જીત દીદીની જ થશે. બીજું કારણ કે મમતાની સામે કોઈ મજબૂત ઉમેદવાર નહોતો. બીજેપીને બાકી બચેલા ઉમેદવારોમાંથી જ એકને પસંદગી કરવાની હતી. જેથી મહિલા વિરૂદ્ધ મહિલાનું કાર્ડ રમ્યું.

રવીન્દ્ર ભારતી યૂનિવર્સિટીના પ્રોફેસર અને ચૂંટણી વિશ્લેષક ડૉ.વિશ્વનાથ ચક્રવર્તીના જણાવ્યા મુજબ વોટિંગના આંકડાઓ જોઈને ખ્યાલ આવે છે કે, ટીએમસીની વોટબેંક ઓછી નહીં પણ વધારે છે. મમતા બેનર્જી મોટા અંતરે જીતશે, કારણ કે ભાજપના વોટર્સ બહાર આવ્યા જ નથી.

ભવાનીપુરની ચૂંટણીમાં મમતા બેનર્જીએ મોદી-શાહને પણ ઘેર્યા હતા અને રાષ્ટ્રીય મુદ્દા પર વાત કરી હતી. સ્થાનિક સિનિયર પત્રકારોનું કહેવું છે કે, ટીએમસી બીજેપીની વિરૂદ્ધ નેશનલ પ્લાન લોન્ચ કરી ચૂકી છે. એ દરેક સંભવિત જગ્યાએ મોદી અને શાહની વિરૂદ્ધ ટીમ તૈયાર કરવાના પ્રયત્નમાં છે. હાલમાં જ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી લુઈજિન્હો ફલેરિયો મમતાની પાર્ટીમાં સામેલ થયા. ત્રિપુરા અને અસમ બાદ ટીએમસી ગોવામાં પોતાના ઉમેદવારો ઉતારશે.

આ કારણે જ મમતાએ ભવાનીપુરમાં સ્થાનિક નહીં પણ રાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત કરી હતી. મમતા બંગાળની બહાર પોતાની વાત પહોંચાડવા માગે છે. ભવાનીપુરની જીતની રાષ્ટ્રીય રાજનીતિ પર કોઈ અસર નહીં પડે. જોકે આ બેઠકમાં ઉઠાવેલા રાષ્ટ્રીય મુદ્દાથી તેમણે મોદીની વિરૂદ્ધ ઊભા થવાનો પ્રયાસ કર્યો છે. જીતની તો કોઈ અસર નહીં પડે પણ જો મમતા હારી જાય છે તો રાષ્ટ્રીય રાજનીતિ પર મોટી અસર પડશે. અને એવું થવાની સંભાવના છે નહીં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત