Team Chabuk-Gujarat Desk: જામનગર જિલ્લામાં મેઘરાજા કોપાયમાન થયા હોય તેમ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે જામનગર જિલ્લાના અમુક વિસ્તારમાં 25 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. બે દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી છે. જિલ્લાના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદના કારણે જામનગરથી કાલાવડ અને રાજકોટ તરફનો હાઈવે બંધ થઈ ગયો છે. વાહન વ્યવહાર માટે બન્ને હાઈવે બંધ કરી દેવાયા છે. ભારે વરસાદને કારણે પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરીને લોકોને રેસ્ક્યૂ કરવાની સૂચના આપી છે.
જામનગરના જિલ્લાના અલિયાબાડા, જાંબુડા, બલચડી, મોટી બનુગર, સપડા, બેરજા (પસાયા) પંથકમાં હોનારતના અહેવાલ મળી રહ્યા છે. અહેવાલ પ્રમાણે અહીં 20-25થી ઇંચ વરસાદ ખાબકી ગયો છે. બલાચડી રોડ ઉપર 20 ફૂટ પાણી હોવાના અહેવાલ છે. વરસાદને પગલે જિલ્લાની અનેક ગામ બેટમાં ફેરવાયા હોવાના અહેવાલ છે. ભારે વરસાદને કારણે ખીમરણા ગામ બેટમાં ફેરવાયું છે. નદીમાં ઘોડાપૂર આવતા નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ગરકાવ થવા લાગ્યા છે. જામનગરમાં ભારે વરસાદને પગલે ખીમરાણા ગામ હાલ સંપર્ક વિહોણુ બન્યું છે. જેના પગલે ગ્રામજનોએ તંત્ર પાસે મદદ માંગી છે. જામનગરના મોટી બાણુંગારમાં 20થી વધુ ઇંચ વરસાદ પડ્યો છે. મોટી બાણુંગાર ગામ બેટમાં ફેરવાયું છે અને ગામ લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ પણ મોકલી દેવામાં આવી છે.
ભારે વરસાદને પગલે બેરાજા ગામમાં પણ પાણી પાણી થઈ ગયું છે. નવા બનેલ પુલ ઉપર પણ પાણી ફરી વળ્યાં છે. વરસાદને પગલે બેરાજા ગામમાં ઘરોમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જામનગર શહેરને પાણી પૂરું પાડે છે તે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. રણજીતસાગર ડેમમાં નવા નીર આવતા શહેરના પાણીની સ્થિતિ હળવી થઈ હોય તેવું લાગી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે જામનગર-રાજકોટ વચ્ચેના ગામોમાં ભારે વરસાદ પડ્યો છે. જામનગરના નાઘુના ગામમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ગામમાંથી નદીની જેમ પાણી વહી રહ્યું છે. જામનગર જિલ્લાના નાઘુના ગામે પણ વરસાદે તારાજી સર્જી છે. સતત પડી રહેલા વરસાદના કારણે નાઘુના ગામના અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ગામની શેરીઓમાં નદી વહી રહી હોય તેમ પાણી વહી રહ્યા છે.
જામનગર જિલ્લાના નાઘુના ગામ દ્રશ્યો#Naghuna pic.twitter.com/eelNRfEPuk
— thechabuk (@thechabuk) September 13, 2021
જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે અલિયાબાડા ગામમાં ઢોર પાણીમાં તણાયા છે. ગામના રસ્તાઓ પર જાણે કે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અલિયાબાડા ગામ ખાતે ગળાડૂબ પાણી છે. ગામના લોકોએ આખી રાત ધાબા પર વિતાવી હતી. સોમવારે સવારે વહીવટી તંત્રની ટીમ પહોંચી હતી અને ગામના 25થી વધારે લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.
જામનગરના અલિયાબાડા ગામના દ્રશ્યો#aliyabada #jamnagar #rain pic.twitter.com/QvWPca8kbu
— thechabuk (@thechabuk) September 13, 2021
જામનગરના બાંગા ગામે ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. લોકો બચવા માટે ઘરની છત પર ચડી ગયા છે. ત્યારે બાંગા ગામે તંત્ર દ્વારા હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરીને લોકોને બચાવવામાં આવ્યા હતા.
જામનગરના બાંગા ગામે હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ#banga #jamnagar #rescue pic.twitter.com/VoLt7eZ3FD
— thechabuk (@thechabuk) September 13, 2021
કાલાવડમાં ગઈકાલથી આજ બપોર સુધીમાં 17 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં આજ સવારથી જ આજ બપોરના 12 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના ધોરાજીમાં છ ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં બે કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત